Home /News /national-international /'ડિયર ડેથ...તુમ્હારા ઇંતઝાર હૈ', ડીજી હેમંત લોહિયાના હત્યારા યાસિરની ડાયરીમાં અનેક રહસ્ય દફન

'ડિયર ડેથ...તુમ્હારા ઇંતઝાર હૈ', ડીજી હેમંત લોહિયાના હત્યારા યાસિરની ડાયરીમાં અનેક રહસ્ય દફન

પોલીસના હાથે લાગી યાસિરની ડાયરી

Hemant Lohia Murder: યાસિરની ડાયરીમાં હિન્દી સેડ ગીતો પણ મળ્યા છે. બીજા પેજમાં, દિલ તૂટવા, જીવન અને મૃત્યુ વિશે પણ લખવામાં આવ્યું છે. તેણે લખ્યું, 'હું મારા જીવનને નફરત કરું છું.'

જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના ડિરેક્ટર જનરલ (જેલ) હેમંત કુમાર લોહિયાની હત્યાના મામલે તેમના નોકરની મંગળવારે ધરપકડ કરવામાં આવી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ યાસિર લોહાર (23)ની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીની કાન્હાચક વિસ્તારના એક ખેતરમાંથી ધરપકડ કરવામા આવી. તે રામબન જિલ્લાના હલ્લા-ધંડરથ ગામની નિવાસી છે.

પોલીસના હાથે આરોપી યાસિરની ડાયરી લાગી છે, જેનાથી સ્પષ્ટ જાણવા મળે છે કે તે ડિપ્રેશનમાં હતો. યાસિરની ડાયરીમાં હિંદી સેડ સોન્ગ પણ મળ્યા છે. બીજા પેજમાં દિલ તૂટવા, જીવન અને મૃત્યુને લઇને ઘણી વાતો લખવામાં આવી છે. તે લખે છે, હું મારી જિંદગીથી નફરત કરુ છું. જિંદગી બસ તકલીફ આપે છે. સુખ તો મોત જ આપે છે. હું ફરીથી પોતાના જીવનની શરૂઆત કરવા માગુ છું.



આ પણ વાંચો : ડીજી હેમંત લોહિયા હત્યાકાંડમાં પોલીસને મળી મોટી સફળતા, આરોપી યાસિરને ગણતરીના કલાકોમાં દબોચ્યો


ડાયરીમાં મોતને લઇને લખી આ વાત


આરોપી યાસિર એક જગ્યાએ લખે છે કે, તેની જિંદગીમાં પ્રેમ 0%, તણાવ 90%, દુખ 100% અને ફેક સ્માઇલ 100% છે. ડાયરીના એક અન્ય પેજમાં તેણે લખ્યું, ડિયર ડેથ, કૃપા કરીને મારા જીવનમાં આવ. હું હંમેશાથી તારી રાહ જોઇ રહ્યો છું. આરોપીએ તેમાં શાયરીઓ પણ લખી છે. આ શાયરીઓમાં તેણે પોતાનું જીવન ટૂંકાવવાના સંકેત પણ આપ્યા છે. તે લખે છે, 'હમ ડૂબતે હૈ, ડૂબને દો...હમ મરતે હૈ, તો મરને દૌ...પર અબ કોઇ જૂઠાપન મત દિખાઓ.'

ગળુ કાપવા માટે કેચઅપની તૂટેલી બોટલનો કર્યો ઉપયોગ


અધિકારીઓએ જણાવ્યું કે લોહિયા સોમવારે રાતે જમ્મુના બહારી વિસ્તારમાં પોતાના ઘરે મૃત અવસ્થામાં મળ્યા હતા. તેમના શરીર પર દાઝવાના નિશાન પણ હતા અને તેમનું ગળુ કાપવામાં આવ્યું હતું. એડિશનલ પોલીસ ડાયરેક્ટર જનરલ (જમ્મુ ક્ષેત્ર) મુકેશ સિંહે જણાવ્યું કે લોહિયા 1992 બેચના ભારતીય પોલીસ સેવા (આઇપીએસ) ઓફિસર હતા. ઘટના સ્થળની પ્રારંભિક તપાસથી સંકેત મળે છે કે લોહિયાએ પોતાના પગમાં તેલ લગાવ્યું હશે, જેમાં સોજો દેખાઇ રહ્યો હતો. તેમણે કહ્યું કે, હત્યારાએ લોહિયાનું ગળુ કાપવા માટે કેચઅપની તૂટેલી બોટલનો ઉપયોગ કર્યો અને પછી મૃતદેહ બાળવાનો પ્રયાસ કર્યો.

dg hemant lohia

આ પણ વાંચો :જમ્મુ કાશ્મીરમાં ડીજી જેલ હેમંત કુમાર લોહીયાની ગળું કાપીને કરી દેવાઈ હત્યા, TRFએ કહ્યું-અમિત શાહની મુલાકાત પીઆર નાનકડી ગિફ્ટ

6 મહિનાથી લોહિયાના ઘરમાં કામ કરી રહ્યો હતો આરોપી


એડીજીપીએ કહ્યું કે, અધિકારીના આવાસ પર હાજર ચોકીદારે તેમના રૂમમાં આગ લાગેલી જોઇ. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો તેથી તેને તોડવો પડ્યો. એડીજીપીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીના નિધનનું દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે, ઘટના સ્થળના સીસીટીવી ફુટેજમાં શંકાસ્પદ આરોપી અપરાધ બાદ ભાગતા જોવા મળ્યો. લોહર આશરે 6 મહિનાથી આ ઘરમાં કામ કરી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, તે ખૂબ જ ઉગ્ર મિજાજનો વ્યક્તિ હતો અને ડિપ્રેશનમાં પણ હતો.
First published:

Tags: Jammu and kashamir, Jammu kashmiar, Murder case, Murder news