Home /News /national-international /

કઠુઆ-ઉન્નાવ પર બોલી હેમા, પહેલા પણ બનતી આવી ઘટના, હવે પબ્લિસિટી વધી

કઠુઆ-ઉન્નાવ પર બોલી હેમા, પહેલા પણ બનતી આવી ઘટના, હવે પબ્લિસિટી વધી

    દેશમાં છેલ્લા ઘણાં સમયથી મહિલાઓ અને બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ વધતી જાય છે. મહિલાઓ, બાળકોની સાથે આવી ઘટનાઓ પર હવે બોલિવૂડ એક્ટ્રેસ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ ચિંતા વ્યક્ત કરી છે. હેમા માલિનીએ કહ્યું છે કે આવી ઘટનાને રોકવી જોઇએ, આનાથી દેશનું નામ પણ ખરાબ થઇ રહ્યું છે.

    હાલમાં જ કઠુઆ અને ઉન્નાવમાં ગેંગરેપની ઘટનાઓનો દેશવ્યાપી વિરોધ થઇ રહ્યો છે. એક સવાલના જવાબમાં કઠુઆ, ઉન્નાવનું નામ લીધા વગર હેમા માલિનીએ કહ્યું કે પહેલા પણ બાળકો સાથે અપરાધની ઘટનાઓ બનતી હતી પરંતુ હવે આવી ઘટનાઓને પબ્લિસિટી મળી રહી છે. પહેલા પણ કદાચ આવું થતું હશે પરંતુ કોઇને ખબર ન હતી પરંતુ આની પર ધ્યાન આપવામાં આવશે. આવી ઘટનાઓ જે થઇ રહી છે તે હવે ન થવી જોઇએ. આનાથી દેશનું નામ ખરાબ થઇ રહ્યું છે.



    નોંધનીય છે કે કઠુઆ ગેંગરેપની ઘટનાનો વિરોધ ન માત્ર દેશમાં થાય છે પરંતુ વિદેશો સુધી પહોંચી ગયો છે. જેના પગલે આરોપીઓને સજા અપાવવા અને બાળકીઓની સુરક્ષા માટે મોટા અને કડક કાયદાની માગ થઇ રહી છે. આજે જ મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઇન્દોરમાં રેપની મન હચમચાવી નાંખે તેવી ઘટના ઘટી છે. ઇન્દોરમાં ચાર મહિનાની એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. 21 વર્ષના યુવકે ચાર મહિનાની આ બાળકી પર દુષ્કર્મ કરીને હત્યા કરી દીધી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Hema malini, Kathua gang rape, Unnao gang rape

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन