Home /News /national-international /મથુરાથી ચૂંટણી લડશે કંગના રાનૌત? હેમા માલિનીએ કહ્યું- તમે તો કાલે રાખી સાવંતને લઈ આવશો

મથુરાથી ચૂંટણી લડશે કંગના રાનૌત? હેમા માલિનીએ કહ્યું- તમે તો કાલે રાખી સાવંતને લઈ આવશો

મથુરાથી કંગનાને ચૂંટણી લડાવવાના દાવા પર હેમા માલિનીએ આપી પ્રતિક્રિયા

Lok Sabha election 2024: તાજેતરમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે, મથુરાથી આગામી લોકસભા ચૂંટણીમાં કંગના રાનૌતને ટિકિટ મળી શકે છે, જેને લઈને વર્તમાન સાંસદ હેમા માલિનીએ પ્રતિક્રિયા આપી છે.

    મથુરા: લોકસભા ચૂંટણી 2024માં યુપીની મથુરા સીટથી દાવેદારીને લઈને અત્યારથી અટકળોનો માહોલ ગરમાઈ રહ્યો છે. એક એવી અટકળ વહેતી થઈ છે કે, બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌત મથુરાથી ચૂંટણી લડી શકે છે. આ તમામની વચ્ચે મુથરાથી ભાજપના સાંસદ હેમા માલિનીએ કંગના રાનૌતની મથુરાથી ચૂંટણી લડવાની ચર્ચા પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, 'આ બહું સારી વાત છે'. એટલું જ નહીં હેમા માલિનીએ એવું પણ કહ્યું કે, 'કાલે તો બની શકે કે અહીં રાખી સાવંતની પણ માગ થવા લાગે'. હકીકતમાં હેમા માલિનીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રાજીવ ભવન પર દિવ્યાંગજનને સ્વચાલિત ટ્રાઈસિકલ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા હતા.

    તાજેતરમાં આવેલા એક વીડિયો અનુસાર, જ્યારે મથુરાના સાંસદ હેમા માલિનીને સવાલ કરવામા આવ્યો કે, કંગના રાનૌત પણ મથુરાથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, તેના પર આપનો શું વિચાર છે, જેના જવાબમાં હેમા માલિનીએ કહ્યું કે, 'સારી વાત છે, મારા વિચારમાં હું શું કહું. મારો વિચાર ભગવાન પર છે. લોર્ડ કૃષ્ણા વિલ ડૂ ઈટ વ્હોટ યૂ વોન્ટ.



    વીડિયોમાં તેમણે આગળ કહ્યું કે, 'મથુરાથી ફિલ્મી કલાકારોને લડાવવામા એટલો બધો શોખ છે. મથુરાના લોકો જેને સાંસદ બનાવવા માગે છે, તેને આપ બનવા દેશો નહીં. આપના બધાના મગજમાં એવું ભરી દેવામાં આવ્યું છે કે, અહીંથી સાંસદ ફિલ્મી કલાકાર જ બનશે. આપને ફક્ત ફિલ્મ સ્ટાર જ જોઈએ. કાલે તો આપ રાખી સાવંતને પણ કહેશો, તે પણ બની જશે'.

    તો વળી જ્યારે હેમા માલિનીને અંકિતા મર્ડર કેસ પર બુલડોઝર એક્શને લઈને સવાલ કર્યો તો, તે જવાબ આપવાથી ભાગતા રહ્યા હતા. આપને જણાવી દઈએ કે, આ અગાઉ ભાજપ સાંસદ હેમા માલિનીએ ગુરુવારે મથુરામાં નવી રેલ બસ સેવાઓને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. મથુરા અને વૃંદાવનની વચ્ચે સેવાઓ પ્રભાવી રહેશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Hema malini, Kangana ranauat, Mathura

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन