દાઉદના ભાઈ ઇકબાલની તબિયત લથડી, હૉસ્પિટલમાં દાખલ કરવાનો કોર્ટનો આદેશ

ઇબ્રાહીમ કાસકર અને દાઉદ કાસકરની ફાઇલ તસવીર

થાણે સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ઇબ્રાહિમ ઇકબાલને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોર્ટે નિર્દેશ આપ્યો છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઇકબાલ ઇબ્રાહીમની તબિયત લથડતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મુંબઈના થાણે સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ઇબ્રાહીમની કોણી અને પગમાં સોજા આવતા કોર્ટે તેને દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

  ઇબ્રાહીમે કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તે તેને પગ અને હાથમાં દુઃખાવો છે જેની સારવાર માટે હૉસ્પિટલમાં ભરતી થવું પડે તેમ છે. ઇબ્રાહીમ દાઉદનો નાનો ભાઈ છે. ગત વર્ષે ઑક્ટોબર મહિનામાં થાણેની જેલમાં ઇબ્રાહીમને બિરિયાની ખવડાના આરોપ સબબ પાંચ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. થાણે પોલીસ કમિશનર વિવેક ફન્સલકરે એક સબ ઇન્સપેક્ટર અને ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા.

  આ પણ વાંચો :  સાબરકાંઠાઃ બે વ્યક્તિની જાહેરમાં ધોલાઇ, એકનો આપઘાત, વીડિયો વાયરલ

  શુ હતી ઘટના
  ઉલ્લેખનીય છે કે News18 Indiaએ આ સમાચાર બ્રેક કર્યા હતા કે ઇકબાલ કાસકર ઇબ્રાહીમ જેલમાં મેડિકલ ટ્રીટમેન્ટની આડમાં મજા કરી રહ્યો છે. પોલીસ પર ફક્ત બિરિયાની ખવડાવાનો જ નહીં પરંતુ સિગરાટે પુરી પાડવાનો અને ફોન પર વાત કરાવવાનો પણ આક્ષેપ છે.  આ ઘટના બાદ થાણેના પોલિસ કમિશનર વિવેક ફંસલાકરના આદેશ પર જૉઇન્ટ પોલિસ કમિશનર મધુકર પાંડેએ ઘટનાની તપાસ સોંપી હતી. શરૂઆતની તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે 25 ઑક્ટોબર 2018ના રોજ મકોકોના આરોપી ઇકબાલ કાસકરને મેડિકલ તપાસ માટે જેલની પોલીસ દ્વારા પોતાની સાથે સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે બિરિયાનીની જ્યાફત કરાવામાં આવી હતી.
  Published by:Jay Mishra
  First published: