રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

પ્રતિકાત્મક તસવીર

પતિ પોતાની કિસ્મતથી દુઃખી હતો કે તે પત્નીને દાખલ ન કરાવી શક્યો. મહિલાને ઓક્સીજન ન મળવાના કારણે તડપી રહી હતી. છેવટે બીજા દિવસે મહિલાએ પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

 • Share this:
  પુણેઃ આખા દેશમાં કોરોના વાયરસનો (coronavirus) હાહાકાર મચેલો છે ત્યારે કોરોનાની બીજી લહેર બેકાબુ થઈ હી છે. સંક્રમિત દર્દીઓને હોસ્પિટોલમાં (Hospital) આઈસીયુમાં અને ઓક્સીજન (Oxygen) મળવાની તો દૂર સામાન્ય બેડ પણ મળી નથી રહ્યા. મહારાષ્ટ્રના (Maharashtra) પૂણેમાં એક આવી જ રુંવાડા ઊભા કરી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કોરોના સંક્રમિત પત્નીને લઈને તેનો પતિ તેને દાખલ કરવા માટે હોસ્પિટલોના ચક્કર લગાવી રહ્યો હતો. પરંતુ બેડ ફૂલ હોવાના કારણે તેને દાખલ ન કરાવી શક્યો. છેવટે દુઃખી પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા (wife suicide) કરી લીધી હતી.

  લાચાર પતિ સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો
  આ હૃદયદ્રાવક ઘટના પુણે શહેરના વારઝે વિસ્તારની છે. અહીં 41 વર્ષીય મહિલાને શ્વાંસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 12 એપ્રિલની સાંજે પતિએ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ નીકળી હતી.

  ત્યારબાદ લાચાર પતિ પોતાની પત્નીની સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ચક્કર લગાવવા લાગ્યો હતો. દરેક હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાના કારણે તે પરત આવતો હતો.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

  આ પણ વાંચોઃ-પુણેઃ માદા શ્વાન સાથે મહિનાઓ સુધી બળાત્કાર ગુજારનાર 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, સીસીટીવી ગોઠવી પકડ્યો

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

  આ પણ વાંચોઃ-યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

  મહિલાએ દુઃખી થઈને લગાવી લીધી ફાંસી
  પુણે શહેરમાં બધી સરકારી અને ખાનગી હોસ્પિટલોના ચક્કર લગાવ્યા બાદ થાકેલા અને મજબૂર પતિ પોતાની સંક્રમિત પત્નીને ઘરે લઈને આવ્યો હતો. પતિ પોતાની કિસ્મતથી દુઃખી હતો કે તે પત્નીને દાખલ ન કરાવી શક્યો. મહિલાને ઓક્સીજન ન મળવાના કારણે તડપી રહી હતી. છેવટે બીજા દિવસે મહિલાએ પંખા સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.  પત્ની માટે પોતાનો જીવ આપી દે પરંતુ તે હારી ગઈ
  પતિએ કહ્યું કે મારી પત્ની કોઈ હોસ્પિટલમાં બેડ ન મળવાના કારણે માનસિક રૂપથી પડી ભાંગી હતી. તેને ભયાનક ખાંસી અને તેજ તાવ પણ હતો. પરંતુ મને વિશ્વાસ હતો કે આગામી દિવસોમાં જરુર એડમિટ કરાવી દેશે. પોતાનો જીવ આપીને પણ સારવાર કરાવાત. પરંતુ તેણે પહેલા જ હાર માની લીધી અને દુઃખી થઈને દુનિયા છોડી દીધી છે.
  Published by:ankit patel
  First published: