મુંબઈ: ONGCનું હેલિકોપ્ટર ક્રેશ, દરિયામાંથી 4ની બોડી મળી, ચાર હજુ લાપતા

News18 Gujarati
Updated: January 13, 2018, 3:58 PM IST
મુંબઈ: ONGCનું હેલિકોપ્ટર ક્રેશ, દરિયામાંથી 4ની બોડી મળી, ચાર હજુ લાપતા
સવારે 10.20 કલાકે ઉડ્યું હતું. છેલ્લે 10.35 કલાકે કર્મચારીઓ સાથે સંપર્ક સાધી શકાયો હતો...

સવારે 10.20 કલાકે ઉડ્યું હતું. છેલ્લે 10.35 કલાકે કર્મચારીઓ સાથે સંપર્ક સાધી શકાયો હતો...

  • Share this:
મહારાષ્ટ્રના મુંબઈમાં આજે ઓએનજીસીના ડ્યુટી સમયે એક હેલિકોપ્ટર મુંબઈ દરિયા કિનારાથી નજીક ગાયબ ગઈ ગયું છે. આ પવન હંસ નામનું હેલિકોપ્ટર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરમાં 7 લોકો સવાર હોવાનું સામે આવ્યું છે, જેમાં પાંચ કર્મચારી ઓએનજીસીના કર્મચારીઓ છે. જ્યારે બે પાયલટ છે. હાલમાં મળતી માહિતી મુજબ, 4 લોકોની ડેથ બોડી સમુદ્રમાંથી મળી છે, હજુ ત્રણ લોકોની શોધખોળ ચાલુ.

હેલિકોપ્ટરમાં સવાર સાતે લોકો વિશે હજુ કોઈ જાણકારી મળી નથી. હેલિકોપ્ટર ગાયબ થયાની જાણકારી કોસ્ટગાર્ડને આપી દેવામાં આવી છે. હાલમાં તેમણે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટર વીટીપીડબલ્યૂ ડોફિન એએસ 365 એન3 સાત વર્ષ જુનું હતું. તે જુહુ વિસ્તારમાંથી સવારે 10.20 કલાકે ઉડ્યું હતું. છેલ્લે 10.35 કલાકે કર્મચારીઓ સાથે સંપર્ક સાધી શકાયો હતો.

મળતી જાણકારી અનુસાર, તે સમયે હેલિકોપ્ટર 30 માઈલ દુર હતું. હેલિકોપ્ટર નોર્ડ ફીલ્ડ તરફતી આવી રહ્યું હતું. 11 વાગ્યે પહોંચવાની આશા હતી. પરંતુ વચમાં જ તે ગાયબ થઈ ગયું હતું.
First published: January 13, 2018, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading