બીકાનેર : નોખાના (Nokha) સિલવા ગામમાં (Silva Village) ઉદ્યોગપતિ કુલરિયા પરિવારની (Kularia family marriage) ત્રણ બહેનોના લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે. જેમાં પરિવારે પોતાના ત્રણ પુત્રીઓના લગ્નમાં ગ્રામીણો અને જાનૈયાઓને હવાઇ સફર કરાવવાની તક આપી હતી. આ માટે ઘરની પાસે હેલિપેડ બનાવવામાં આવ્યું છે. આ અનોખા લગ્નમાં વરરાજા અને દૂલ્હન સિવાય 1200 જાનૈયાઓને ત્રણ દિવસ સુધી હેલિકોપ્ટરની સફર કરાવવામાં આવશે. સિલવા ગામમાં ઉદ્યોગપતિ પદમારામ કુલરિયાની ત્રણ પૌત્રી ભાવના, સંતોષ અને કિરણના શુક્રવારે લગ્ન થયા હતા. આ પ્રસંગને ખાસ બનાવવા માટે પિતા કાનારામ, શંકર અને ધર્મ કુલરિયાએ દિલ્હીથી 5 સીટર હેલિકોપ્ટર મંગાવ્યું હતું.
આ માટે ઘરની પાસે એક હેલિપેડ બનાવવામાં આવ્યું હતું. આ લગ્નમાં ગામના બધા લોકોને આમંત્રણ છે કે તેઓ ત્રણ દિવસ સુધી જ્યારે ઇચ્છે ત્યારે હેલિકોપ્ટરમાં બેસીને સેંકડો ફૂટ ઉંચાઇથી પોતાના ગામને નીહાળી શકશે.
ગામના લોકોની ઇચ્છા હતી કે તે એક દિવસ હેલિકોપ્ટરમાં ફરે. જેથી ત્રણ દિવસ માટે નવી દિલ્હીથી એક પ્રાઇવેટ હેલિકોપ્ટર બુક કરાવ્યું હતું. આ હેલિકોપ્ટર 5 થી 6 કિલોમીટર વિસ્તારમાં ફરી રહ્યું છે. એક સાથે ગામના પાંચ લોકોને બેસાડવામાં આવે છે. પાયલટ કુલદીપ સિંહે ફ્યૂલની વ્યવસ્થા દિલ્હીથી કરી હતી. હેલિકોપ્ટર ઉડાવવા માટે બે પાયલટની વ્યવસ્થા કરી હતી.
ACB ના ADG દિનેશ એમએન પણ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરથી નોખા ગામ પહોંચ્યા હતા. એક વખત પાંચ લોકોને હેલિકોપ્ટરની સફર કરાવવામાં આવી રહી છે. કુલરિયા પરિવારનું કહેવું છે કે લગ્નમાં અમારા માટે ગામ જ સર્વોપરી છે. 1200 લોકોને હવાઇ સફર કરાવવામાં આવી છે.
મહારાષ્ટ્ર - જ્યાં પોલીસકર્મી બન્યા 'ઇવેન્ટ મેનેજર', જાણો શું છે આખો મામલો
મહારાષ્ટ્ર (Maharashtra)માં યોજાયેલા એક અનોખા લગ્નની કહાની (Nagpur Unique wedding) જાણી તમને પણ આશ્ચર્ય થશે, જ્યાં કાર્યક્રમની વ્યવસ્થાથી લઈને સુરક્ષા સુધીની જવાબદારી ખુદ પોલીસે લીધી હતી. એટલું જ નહીં અંતે વર-કન્યાને આશીર્વાદ આપવાનું કામ પણ પોલીસે કર્યું હતું. યુવતી અને તેના પ્રેમીને નાગપુરના રેડ લાઈટ વિસ્તારમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. જેમના પ્રેમને મંજીલ સુધી પહોંચાડવામાં પોલીસે મોટી ભૂમિકા ભજવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર