અમેરિકાના આકાશમાં પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે Accident, 2ના મોત - VIDEO

અમેરિકાના આકાશમાં પ્લેન અને હેલિકોપ્ટર વચ્ચે Accident

અગ્નિશામકોએ કાટમાળમાંથી બે મૃતદેહો બહાર કાઢ્યા છે. મેરીકોપા કાઉન્ટીનો મેડિકલ વિભાગ બંને મૃતદેહોની ઓળખ કરશે

 • Share this:
  ચાંડલર : અમેરિકા (America) ના એરિઝોના એરપોર્ટ (Arizona Airport) પાસે આકાશમાં એક વિમાન અને હેલિકોપ્ટર ટકરાયા (Helicopter Plane accident). આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. આ અથડામણ પછી, હેલિકોપ્ટર એક વિસ્તારની નજીક ક્રેશ થયું. જેમાં સવાર બંને મુસાફરો માર્યા ગયા હતા. અકસ્માત બાદ સિંગલ-એન્જિનનું નાનુ પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. તેમાં સવાર ફ્લાઇટ પ્રશિક્ષક અને તાલીમાર્થી પાયલોટ સલામત રીતે બચી ગયા હતા.  પોલીસ સાર્જન્ટ જેસન મેકલેમન્સના જણાવ્યા અનુસાર, અકસ્માત શુક્રવારે ચાંડલર શહેરમાં થયો હતો. તેમણે કહ્યું કે, જમીન પર કોઈને ઈજા થઈ નથી, પરંતુ એરપોર્ટ કેટલાક કલાકો સુધી બંધ રહ્યું હતું. ચાન્ડલરના ફાયર વિભાગને સવારે 8 વાગ્યે એરપોર્ટ નજીક અકસ્માતની માહિતી મળી હતી. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી, પરંતુ ટૂંક સમયમાં તેને કાબૂમાં લાવવામાં આવી હતી.  હેલિકોપ્ટરના ભંગારમાંથી બે મૃતદેહ મળી આવ્યા છે

  અગ્નિશામકોએ કાટમાળમાંથી બે મૃતદેહો બહાર કાઢ્યા છે. મેરીકોપા કાઉન્ટીનો મેડિકલ વિભાગ બંને મૃતદેહોની ઓળખ કરશે. ચાંડલર પોલીસના મેકલેમોન્સના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરનું સંચાલન ક્વોન્ટમ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવતુ હતું અને વિમાનનું સંચાલન 'ફ્લાઇટ ઓપરેશન એકેડેમી' દ્વારા કરવામાં આવતુ હતું. બંને ફ્લાઇટ તાલીમ સંસ્થાઓ છે. ફ્લાઇટ ઓપરેશન્સ એકેડેમીના માલિક રિચાર્ડ બેંગોઆએ જણાવ્યું હતું કે, ચાર સીટર વિમાનનો ઉપયોગ ટ્રેનિંગ ફ્લાઇટ્સ માટે થાય છે. ઘટના સમયે વિમાનમાં માત્ર બે જ લોકો સવાર હતા. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અકસ્માતના કારણોની તપાસ કરશે.
  Published by:kiran mehta
  First published: