કેદારનાથમાં M-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 4 ઈજાગ્રસ્ત

News18 Gujarati
Updated: April 3, 2018, 10:07 AM IST
કેદારનાથમાં M-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, 4 ઈજાગ્રસ્ત

  • Share this:
દેહરાદુન: ઉત્તરાખંડમાં કેદારનાથ મંદિર પાસે ઇન્ડિયન એરફોર્સનું એક કાર્ગો હેલીકોપ્ટરમાં આગ લાગી હોવાની ખબર સામે આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ત્યારે બની કે જ્યારે હેલીકોપ્ટર લેન્ડ કરી રહ્યું હતું. અને લોખંડની શીટ સાથે અથડાયું. આ એક એમઆઈ-17 હેલીકોપ્ટર હતું. અને તેમાં પાયલોટ સહિત 4 લોકોને સામાન્ય ઇજા થઈ છે.

આ દુર્ઘટના સર્જાતા એમ-17 હેલિકોપ્ટર ખુબ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. મળતી માહિતી અનુસાર આ હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત 4 લોકો સવાર હતા. જેઓ સામાન્ય ઇજા થઈ છે. મહત્વનું છે કે આ હેલિકોપ્ટરમાં બાંધકામ સાથે જોડાયેલું મટિરિયલ ભરવામાં આવ્યું હતું. અને આ હેલીકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ જઈ રહ્યું હતું. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

ઘટનાની તપાસ કરી રહેલા અને ઘટનાસ્થળ પર પહોંચેલી રેસ્ક્યૂ ટીમ ઘટનાની પડતાલ કરી રહી છે. સેનાના કેટલાક અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. અને એક અન્ય વિમાનની મદદથી વિમાનનો સામાન ફરીવાર કેદારનાખ લઈ આવવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દયે કે વર્ષ 2013માં જ્યારે ઉત્તરાખંડમા ભયંકર પૂર આવ્યું હતું ત્યારે એમઆઈ-17 હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. તે ઘટનામાં 2 ઓફિસર સહિત 7 જવાનો શહિદ થયા હતા.
First published: April 3, 2018, 10:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading