OMG! જ્યારે 2,500 ફૂટ ઊંચે ઉડતા વિમાનનો દરવાજો તૂટી ધાબે પડ્યો

આકાશમાં ઉડતા વિમાનનો દરવાજો અચાનક જ તૂટીને ધાબા પર પડી ગયો. આ ઘટના હૈદરાબાદનાં સિંકરાબાદનાં લાલાગુડા વિસ્તારમાં બની છે

આકાશમાં ઉડતા વિમાનનો દરવાજો અચાનક જ તૂટીને ધાબા પર પડી ગયો. આ ઘટના હૈદરાબાદનાં સિંકરાબાદનાં લાલાગુડા વિસ્તારમાં બની છે

  • Share this:
આકાશમાં ઉડતા વિમાનનો દરવાજો અચાનક જ તૂટીને ધાબા પર પડી ગયો. આ ઘટના હૈદરાબાદનાં સિંકરાબાદનાં લાલાગુડા વિસ્તારમાં બની છે. આ ઘટનાથી લોકો ખુબ ડરી ગયા છે. આ વિમાન તેલંગણા સ્ટેટ ફલાઈંગ એકેડમીનું હતુ અને 2,500 ફૂટની ઊંચાઈએ ઉડ્ડયન કરતું હતું. ઘટના સમયે વિમાનમાં બે પાયલોટ હતા. હજુ સુધી દુર્ઘટનામાં જાનહાનિ થયાના કોઇ અહેવાલ નથી.

વિમાનનો દરવાજો બે માળની ખાલી બિલ્ડિંગના ધાબે પડ્યો હતો. થોડા સમય અગાઉ જ ધાબા પર કામ કરતો પેઈન્ટર ભોજન માટે નીચે ગયો હતો. સિવિલ એવિયેશન ડાયરેકટરે આ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે.

આ બિલ્ડિંગમાં કોંગ્રેસના કાર્યકર ગણેશ યાદવ રહે છે, ધાબા પર દરવાજો પડ્યો ત્યારે તેઓ ઈમારતમાં જ હતાં. ગણેશ યાદવે જણાવ્યું હતું કે તેમને ધાબા પર કોઈ વસ્તુ પડવાનો ધડાકાભેર અવાજ સંભળાયો હતો. તેઓ પડોશી સાથે ધાબે જતાં જોયું કે પાણીની ટાંકી પાસે ત્રણ ફૂટનો દરવાજો છે અને આસપાસ કાંચના ટૂકડા પડ્યા છે.

hyd plan door 2

ગણેશે વધુમાં જણાવ્યું હતું કે દરવાજો પડ્યો તે અગાઉ વિમાન ભયજનક રીતે આંટા મારતું હતું. લોકોએ આની જાણ પોલીસને કરી હતી. લાલાગુડા પોલીસે દરવાજો જપ્ત કર્યો છે.
First published: