Home /News /national-international /Helicopter Crash In Kedarnath: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઇલટ અને 6નાં મોત

Helicopter Crash In Kedarnath: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 2 પાઇલટ અને 6નાં મોત

કેદારનાથથી 2 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું

Helicopter Crash In Kedarnath: કેદારનાથમાં એક હોલિકોપ્ટ ક્રેશ થઈ ગયું છે. આ ઘટનામાં છ લોકોના મોત થયા હોવાની સૂચના મળી રહી છે. હેલિકોપ્ટરમાં છ યાત્રી હતા. આ ઘટના ગૌરીકુંડની પાસે થઈ છે. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ ...
કેદારનાથમાં એક હોલિકોપ્ટ ક્રેશ થઈ ગયું છે. આ ઘટનામાં છ લોકોના મોત થયા હોવાની સૂચના મળી રહી છે. હેલિકોપ્ટરમાં છ યાત્રી હતા. આ ઘટના ગૌરીકુંડની પાસે થઈ છે. હેલિકોપ્ટર આર્યન કંપનીનું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા. કેદારનાથથી લગભગ 3 કિમી દૂર નદી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરે કેદારનાથ બેઝ કેમ્પથી નારાયણ કોટી-ગુપ્તકાશી માટે ઉડાન ભરી હતી.એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.

મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દૂર એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. અકસ્માતમાં 6 લોકોના મોતના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું હતું. તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયુ હતુ.

Uttarakhand | A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; the administration team has left for the spot for relief and rescue work. Details awaited pic.twitter.com/houwDQY1qT


કેદારનાથમાં ગાઢ ધુમ્મસ


#WATCH | Uttarakhand: A helicopter carrying Kedarnath pilgrims from Phata crashes, casualties feared; administration team left for the spot for relief and rescue work. Further details awaited pic.twitter.com/sDf4x1udlJ



તે જ સમયે, આ ઘટનામાં રાહત માટે ટીમો રવાના થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથમાં ગાઢ ધુમ્મસ છે. જેથી આ કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્ય સરકારનો સંપર્ક કર્યો


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. કેન્દ્રીય ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ દુર્ઘટના બાબતે રાજ્ય સરકાર સંપર્કમાં છીએ. સરકાર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે.

ખરાબ હવામાનને કારણે અકસ્માત સર્જાયો


કેદારનાથના એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અહીં ભારે વરસાદ પડી રહ્યો હતો. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતુ. આ પછી અમારી ઉડાનને પણ અટકાવી દેવામાં આવી હતી. અમને કહેવામાં આવ્યું કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમણે જણાવ્યું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો જ સવાર હતા.




કેદારનાથથી 2 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.


ક્રેશ થયેલ હેલિકોપ્ટર આર્યન હેલી કંપનીનું છે. તે હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓની હેરફેર કરવાનું કામ કરે છે.

એક ન્યૂઝ ચેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત છ લોકોના મોત થયા છે. ગુપ્તકાશીથી કેદારનાથ જતા ઉડાન દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. એવી આશંકા છે કે ગુપ્તકાશીથી કેદાર ઘાટી તરફ જતી વખતે આ અકસ્માત થયો હોવો જોઈએ. ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. જણાવીએ કે બે દિવસ બાદ પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.


એક ન્યૂઝ ચેનલે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. આ દુર્ઘટનામાં 2 પાઇલટ સહિત 5 શ્રદ્ધાળુનાં મોત થયાં છે. ગુપ્તકાશીથી કેદારનાથ જતા ઉડાન દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. એવી આશંકા છે કે ગુપ્તકાશીથી કેદાર ઘાટી તરફ જતી વખતે આ અકસ્માત થયો હોવો જોઈએ. ત્યાં રાહત અને બચાવકાર્ય ચાલુ છે. જણાવીએ કે બે દિવસ બાદ પીએમ મોદી કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેવાના છે.
First published:

Tags: Helicopter-crash, Kedarnath, Uttarakhand news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો