Home /News /national-international /હીરાબાના નિધન પર રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે સહિત કોંગ્રેસ નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

હીરાબાના નિધન પર રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે સહિત કોંગ્રેસ નેતાઓએ સંવેદના વ્યક્ત કરી

heeraben passed away

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબેનને સ્વાસ્થ્ય સંબંધિત અમુક તકલીફો હતી.

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેનનું શુક્રવારે વહેલી સવારે અમદાવાદની યૂએન મેહતા હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેઓ 100 વર્ષના હતા. હીરાબેનને સ્વાસ્થ્ય સંબંધિત અમુક તકલીફો હતી. બુધવારે સવારે અમદાવાદની યૂએન મેહતા ઈંસ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરાવ્યા હતા. હીરાબેનના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રાએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.

વડાપ્રધાન મોદીના માતાના નિધન પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી છે.






પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી





ખડગેએ ટ્વિટ કરીને લખ્યું છે કે, શ્રીમતી હીરાબેન મોદીના નિધન વિશે સાંભળીને ઊંડો આઘાત લાગ્યો. પીએમ નરેન્દ્ર મોદીજીને તેમની પ્રેમાળ માતાના ખોવા પર મારી હાર્દિક સંવેદના. દુ:ખની આ ઘડીમાં અમારી સંવેદના અને પ્રાર્થના સમગ્ર પરિવાર સાથે છે.



રોબર્ટ વાડ્રાએ ફેસબુક પર શેર કરીને લખ્યું છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેમાળ માં શ્રીમતી હીરાબેનજીના નિધન પર મારી હાર્દિક સંવેદના. હું સારી રીતે જાણું છું કે એક દીકરો અને માતાનો સંબંધ ખૂબ હુંફ આપનારો અને ખાસ હોય છે. હું માતા સાથે આ જ શેર કરુ છું.
First published:

Tags: Mother heera Baa, Rahul gandhi latest news, પીએમ મોદી