PM Modi Mother Heeraba: 2014માં ચૂંટણીમાં PM મોદી વડાપ્રધાન બન્યા હતા એ પહેલા જ ઈન્ડિયા એક ઇન્ટરવ્યૂમાં હીરાબાએ કહ્યું હતું કે, ''મે તેને શરૂઆતમાં જ કહ્યું હતું, કે ભાઈ તું આખી સૃષ્ટિનો રાજા બનીશ!
Heeraben Modi PM Modi Mother: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3.30 વાગ્યે અનંતની વાટે નીકળ્યા છે. મહત્વનું છે કે આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેઓને નાદુરસ્ત તબિયતના કારણે 28 ડિસેમ્બર 2022ના રોજ આમદવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે.
હીરા બાને અમદાવાદની યુ.એન. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતા. હીરાબાની ખબર અંતર જાણવા માટે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમજ અસારવા અને દરિયાપુરના ધારાસભ્ય પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
છોકરો મારો પવિત્ર છે: હીરાબા
2014માં ચૂંટણીમાં PM મોદી પહેલી વખત દેશના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે ચૂંટણીના પરિણામ પહેલા જ ઈન્ડિયા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હીરાબાએ કહ્યું હતું કે, ''મે તેને શરૂઆતમાં જ કહ્યું હતું, જ્યારે તે ગુજરાતનાં પણ રાજા નહોતા ત્યારે કે ભાઈ તું આખી સૃષ્ટિનો રાજા બનીશ! છોકરો મારો પવિત્ર છે, કારણ કે તેને કોઈનું કંઇ લેવું નથી, ખાવુ નથી. માટે તે પ્રધાન બનશે બનશે અને બનશે જ. તમે યાદ રાખજો!''
આ સમગ્ર કિસ્સો લોકો માટે ચર્ચાનો મુદ્દો બન્યો છે. માં ને પોતાના સંતાન પર વિશ્વાસ હોય એ દેખીતી વાત છે. PM મોદીને પણ પોતાના માતા માટે એટલો જ પ્રેમ હોય એ સ્વાભાવિક છે અને એ વારંવાર તેઓ બતાવતા પણ હતા.
એક સમયે યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા અખબારી સંદેશ જાહેર કરતા જણાવ્યુ છે કે, માનનીય વડાપ્રધાનનાં માતૃશ્રીને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની તબિયત સુધારા પર છે.
પુત્ર પર ગર્વ
PM મોદીએ માતા હીરાબાના 100 માં વર્ષમાં પ્રવેશ મુદ્દે બ્લોગ લખ્યો હતો જેમાં તેમણે પોતે કહ્યું હતું કે આજે ઘણા વર્ષો પછી જ્યારે લોકો તેમને પૂછે છે કે, તેમને તેમના પુત્ર પર ગર્વ છે, કારણ કે તેમનો પુત્ર દેશનો પ્રધાનમંત્રી બની ગયો છે, ત્યારે માતા નમ્રભાવે પ્રતિભાવ આપે છે. તેઓ કહે છે કે, “જેટલો તમને ગર્વ થાય છે એટલો ગર્વ મને થાય છે. મારું કશું નથી. હું ઈશ્વરની યોજનામાં માત્ર એક માધ્યમ બની છું.”
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર