Home /News /national-international /33 વર્ષ બાદ પીએમ મોદીના જીવનમાં ફરી એક વાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, 1989માં થયું હતું પિતાનું નિધન

33 વર્ષ બાદ પીએમ મોદીના જીવનમાં ફરી એક વાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો, 1989માં થયું હતું પિતાનું નિધન

પીએમ મોદીએ કાંધ આપી

આ અગાઉ 1989માં પીએમ નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મૂલચંદ મોદીના નિધન પર તેમના પરિવારનો દુ:ખનો પહાડ તૂટ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબેનનું નિધન થઈ ગયું છે, જેને લઈને પીએમ મોદીની સાથે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે. પીએમ મોદીને પોતાની માતા સાથે ખબ લગાવ હતો. 100 વર્ષની ઉંમરમાં હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થઈ ગયું છે. કહેવાય છે કે, પીએમ મોદીના જીવનમાં 33 વર્ષ બાદ કોઈ મોટા દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.



આ અગાઉ 1989માં પીએમ નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસ મૂલચંદ મોદીના નિધન પર તેમના પરિવારનો દુ:ખનો પહાડ તૂટ્યો હતો. નાનપણમાં પ્રધાનમંત્રી મોદીએ પોતાના પિતા સાથે વડનગરના રેલ્વે સ્ટેશન પર ચા વેચતા હતા. ખુદ પીએમ મોદીએ આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, હું મારા પિતાની મદદ માટે રેલવે સ્ટેશન પર ચા વેચવામાં મદદ કરતો હતો.


વડનગર રેલવે સ્ટેશન પર હતી ચાની દુકાન


પીએમ મોદીના પિતા દામોદર દાસ મોદીની એક ચાની દુકાન વડનગર રેલવે સ્ટેશન પર હતી. તેમણે જણાવ્યું હતું કે, નાનપણમાં અભ્યાસમાંથી વધેલા સમયમાં તેઓ દુકાન પર પિતાની મદદ કરવા જતાં હતા. મોદી વડનગર રેલવે સ્ટેશનની સાથે ટ્રેનોમાં પણ ચા વેચતા હતા.
First published:

Tags: Mother heera Baa, PM Modi Live

विज्ञापन