Snowfall Update: જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા, રાજ્યમાં ઠંડીનું જોર વધશે
જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા
heavy snowfall- હવામાન કચેરીએ જણાવ્યું છે કે દિવસની સાથે સાંજે અથવા રાત સુધી બરફવર્ષા અથવા વરસાદ ધીમે ધીમે વધશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા થઈ શકે છે, મુખ્યત્વે ઊંચાઈવાળા વિસ્તારમાં અને ગુરુવારે જમ્મુના મેદાની વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા અથવા વરસાદની સંભાવના છે.
શ્રીનગર: કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે, પહેલગામ અને ગુલમર્ગને છોડી સમગ્ર ઘાટીમાં રાત્રિનું તાપમાન માઈન્સ ઝિરો થઈ જશે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અધિકારીઓએ કહ્યું કે સોનમર્ગ, ગુલમર્ગ, તંગધાર (કુપવાડામાં) અને કાશ્મીરના અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. તેમણે કહ્યું કે ઉત્તર અને મધ્ય કાશ્મીરના મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે.
હવામાન કચેરીએ જણાવ્યું છે કે દિવસની સાથે સાંજે અથવા રાત સુધી બરફવર્ષા અથવા વરસાદ ધીમે ધીમે વધશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુરુવારે કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા થઈ શકે છે, મુખ્યત્વે ઊંચાઈવાળા વિસ્તારમાં અને ગુરુવારે જમ્મુના મેદાની વિસ્તારોમાં મધ્યમ હિમવર્ષા અથવા વરસાદની સંભાવના છે.
શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં કેટલીક જગ્યાએ હળવી હિમવર્ષા અથવા વરસાદની સંભાવના છે, જ્યારે આ પછી 17 જાન્યુઆરી સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. પહેલગામ અને ગુલમર્ગ સિવાય સમગ્ર ઘાટીમાં રાત્રિનું તાપમાન વધશે અને લઘુત્તમ તાપમાન શૂન્યથી ઉપર રહેશે, જેનાથી તીવ્ર ઠંડીથી રાહત મળશે.
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે રાત્રે શ્રીનગર હવામાનમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ, દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં 0.7 ડિગ્રી સેલ્સિયસ, કુપવાડામાં 1.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
અનંતનાગ જિલ્લાના પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમણે કહ્યું કે બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
કાશ્મીર હાલમાં 'ચિલ્લાઇ કલાન'ની ચપેટમાં છે, જે 40 દિવસનો સૌથી કઠોર હવામાન સમયગાળો છે જેમાં હિમવર્ષાની મહત્તમ અને સૌથી વધુ સંભાવના છે. ચિલ્લાઇ કલાન 21 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 30 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. તે પછી 20 દિવસ માટે 'ચિલ્લાઇ ખુર્દ' (નાની ઠંડી) અને 10 દિવસ માટે 'ચિલ્લાઇ બચા' થાય છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર