Home /News /national-international /કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાથી સંકટ: રોડ અને એર ટ્રાફિક ઠપ, વીજળી-પાણીની સપ્લાઈ પ્રભાવિત

કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાથી સંકટ: રોડ અને એર ટ્રાફિક ઠપ, વીજળી-પાણીની સપ્લાઈ પ્રભાવિત

heavy snowfall in jammu and kashmir

ઉત્તરાખંડમાં ગંગોત્રી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર બરફ પડ્યા બાદ ગાડીઓની અવરજવર ઠપ થઈ ગઈ છે. હાલના દિવસમાં બંને નેશનલ હાઈવના અમુક ભાગમાં સાંજ સુધીમાં સફાઈ થઈ જશે.

નવી દિલ્હી: સોમવારે થયેલા તાજા બરફવર્ષાના કારણે કાશ્મીર સહિત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રસ્તાઓ અને હવાઈ અવરજવર પર અસર પડી છે. સોમવારે દેશના બાકીના ભાગનો કાશ્મીરઘાટી સાથે સંપર્ક તૂટી ગયો અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું. ભારે બરફવર્ષના કારણે કેટલીય હવાઈ અને બીજા રસ્તા બંધ કરવા માટે મજબૂર થવુ પડ્યું હતું. આ પહાડી રાજ્યોમાં કેટલાય વિસ્તારોમાં વીજળી સપ્લાઈમાં પણ અડચણો આવી હતી. તેની સાથે જ જમ્મુ કાશ્મીરના 10 જિલ્લા અને હિમાચલ પ્રદેસના અમુક વિસ્તારોમાં બરફ પિગળવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: દેશ બદલ રહા હૈ: આ ગામમાં 70 વર્ષ બાદ દલિતોને મળ્યો મંદિરમાં પ્રવેશ, પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી

ટાઈમ્સ ઓફ ઈંડિયાના એક રિપોર્ટ અનુસાર, સોમવારે સવારે કાશ્મીર અને જમ્મુના ઉપરી ભાગમાં બરફવર્ષ બાદ શ્રીનગરથી આવતી 68 ફ્લાઈટ રદ કરી દેવામાં આવી હતી અને શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. ચંદ્રકોટ અને બનિહાલની વચ્ચે કેટલીય જગ્યા પર પથ્થર અને માટી ઘસી પડવાથી હાઈવે બંધ કરવો પડ્યો હતો. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે 496 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. મનાલી કેલાંગ રોડ બંધ થઈ ગયો છે. શિમલા, લાહૌલ અને સ્પીતિ અને કિન્નૂર જિલ્લામાં લોકોની રોજીંદી જિંદગી અસ્ત વ્યસ્ત થઈ ગઈ છે. આ જગ્યા પર મોટા ભાગે બરફ પડવાના કારણે બંધ થઈયા છે. સાથે જ વીજળીની સપ્લાઈ અને પાણીની સપ્લાઈ પર પણ અસર થઈ છે.


ઉત્તરાખંડમાં ગંગોત્રી અને યમુનોત્રી નેશનલ હાઈવે પર બરફ પડ્યા બાદ ગાડીઓની અવરજવર ઠપ થઈ ગઈ છે. હાલના દિવસમાં બંને નેશનલ હાઈવના અમુક ભાગમાં સાંજ સુધીમાં સફાઈ થઈ જશે. તેની સાથે જ ઉત્તરાખંડમાં લગભગ 10 લિંક રોડ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ બાજૂ હિમાચલ પ્રદેશમાં અટલ સુરંગના દક્ષિણ ભાગમાં 90 સેમી બરફ પડ્યો, જે રાજ્યમાં સૌથી વધારે છે. જમ્મુ કાશ્મીર આપદા પ્રબંધન મેનેજમેન્ટે ડોડા, કિશ્તવાડ અને પુંછ જિલ્લામાં હિમસ્ખલનની ચેતવણી આપી છે. હિમાચલ પ્રદેશમાં પણ મનાલી-લેહ, અક્ષ, ધુંડી અને બ્યાસ કુંડ વિસ્તારમાં હિમસ્ખલનની ચેતવણી આપી છે.
First published:

Tags: Heavy snowfall, Jammu and kashmir