Home /News /national-international /Heavy Rain In UP: યૂપીમાં વરસાદી આફત, લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી 9નાં મોત; હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

Heavy Rain In UP: યૂપીમાં વરસાદી આફત, લખનૌમાં દીવાલ ધરાશાયી થવાથી 9નાં મોત; હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

દીવાલ પડતાં નવ લોકોનાં મોત

Rain Disaster : ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી 9 લોકોનું મોત થયુ હતું. લખનૌ દુર્ઘટના પર સી એમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ડીએમ અને પોલસીના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા છે.

વધુ જુઓ ...
    લખનૌઃ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને ઉન્નાવમાં ભારે વરસાદને કારણે શુક્રવારની સવારે દુઃખદ ઘટના બની હતી. પોલીસે આપેલી જાણકારી અનુસાર, લખનૌમાં વરસાદને કારણે દીવાલ પડવાથી 9 લોકોનું મોત થયું હતું. દીવાલ પડવાથી થયેલી મોતની ધટના પર સીએમ યોગી આદિત્યનાથે નોંધ લીધી છે અને મૃતકોના પરિવારજનોને દરેક સંભવિત મદદ આપવા આશ્વાસન આપ્યુ છે. સાથે જ સીએમએ મૃતકોના પરિવારજનોને રાહત ફંડનું પણ એલાન કર્યુ છે.

    મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય


    લખનૌ દુર્ઘટના પર સી એમ યોગીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ડીએમ અને પોલસીના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપ્યા છે. સી એમએ મૃતકોના પરિવારજનોને રાહત ફંડના રૂપમાં 4-4 લાખ રૂપિયા આપવા સૂચના આપી છે. સાથે જ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારી સારવાર આપવા પણ જણાવ્યુ હતું. જાણકારી અનુસાર આ ઘટના પછી વિસ્તારમાં હંગામો મચી ગયો હતો.

    આ પણ વાંચોઃ  ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 17મી તારીખ બાદ વરસાદનું ઘટશે જોર

    લખનૌના દિલકુશા વિસ્તારમાં દીવાલ ધરાશાયી


    સંયુક્ત પોલીસ કમિશનર પીયૂશ મોર્ડિયાએ દુર્ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, આ ઘટના લખનૌના દિલકુશા વિસ્તારની છે, જ્યાં ભારે વરસાદને કારણે દીવાલ પડી ગઈ અને આ ભયાનક દુર્ઘટનામાં 9 લોકોની મોત થઈ ગઈ છે. જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

    ઉન્નાવમાં ઘરની છત પડવાથી 3 ના મોત


    યૂપીના ઉન્નાવમાં પણ ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે, ગુરુવારે મોડી રાત્રે ઘરની છત પડવાથી બે સગીર સહિત ત્રણ લોકોની મોત થઈ હતી, જ્યારે આ દુર્ઘટનામાં એક યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલ યુવતી ત્રણ બાળકોની માતા છે. જે બાળકોનું મોત થયુ છે, તેઓ અનુક્રમે 20 વર્ષ, 4 અને 6 વર્ષના છે.

    આ પણ વાંચોઃ ગિરનાર પર્વત પર સાત ઇંચ વરસાદ, પૂરના પાણીમાં તણાતા સિંહણનું મોત

    હેલ્પલાઈન નંબર જાહેર કરાયો


    યૂપીમાં ભારે વરસાદ અને વીજલી પડવાની ઘટનાઓને કારણે આફત આવી છે. વરસાદની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબર 1533 ઈમરજન્સીમાં મદદ માટે ઉપલબ્ધ છે, જ્યારે 9151055671/9151055672/9151055673 આ નંબરોના માધ્યમથી કોલ કરીને તાત્કાલિક મદદ મેળવી શકાય છે. લખનૌના ડિવિઝનલ કમિશનર રેશન જેકબે જિલ્લાના તમામ રહેવાસીઓને અપીલ કરી છે અને કહ્યું છે કે, લખનૌ શહેરમાં ભારે વરસાદને કારણે ક્યાંય પણ કોઈ દુર્ઘટના થાય તો આ નંબરો પર કોલ કરવો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Heavy rain forecast, Heavyrain, Uttar Pardesh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन