Mumbai Rains: મુંબઈમાં વરસાદનો કહેર, ચેમ્બૂરમાં દીવાલ પડવાથી 15 લોકોનાં મોત, વિક્રોલીમાં ત્રણે જીવ ગુમાવ્યો

Chembur Wall Collapse: ચેમ્બૂરના ભારતનગર વિસ્તારમાં ભૂસ્ખલન થવાની દીવાલ ધરાશાયી થઈ જેમાં 15 લોકોનાં મોત થયા

Chembur Wall Collapse: ચેમ્બૂરના ભારતનગર વિસ્તારમાં ભૂસ્ખલન થવાની દીવાલ ધરાશાયી થઈ જેમાં 15 લોકોનાં મોત થયા

  • Share this:
    મુંબઈ. ભારે વરસાદના કારણે ફરી માયાનગરી મુંબઈ (Mumbai Heavy Rain)માં આફત આવી ગઈ છે. મુંબઈ (Mumbai) માં રાતથી જ પડી રહેલા ભારે વરસાદને કારણે અને સ્થળે પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ ભારે વરસાદને કારણે ચેમ્બૂરમાં દીવાલ પડવાથી (Chembur Wall Collapse) 15 લોકોનાં મોત થયા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.

    મહારાષ્ટ્રના ચેમ્બૂરમાં ભૂસ્ખલનના કારણે દીવાલ પડવાથી અનેક ઝૂંપડા તેની ઝપટમાં આવી ગયા. NDRFનું કહેવું છે કે ભૂસ્ખલનના કારણે ચેમ્બૂરના ભારતનગર વિસ્તારમાં કેટલાક ઝૂંપડા પર દીવાલ પડવાથી 15 લોકોનાં મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

    આ પણ વાંચો, Vidisha Tragic Accident: પહેલા પણ બે વાર ધસ્યો હતો ‘મોતનો કૂવો’, ન સરપંચે સાંભળ્યું, ન અધિકારી જાગ્યા

    બીજી તરફ, વિક્રોલીમાં પણ એક મકાન ધરાશાયી થવાથી 3 લાકોનાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. BMC તરફથી મળતી માહિતી મુજબ હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

    આ પણ વાંચો, OMG: અહીં બાળકોને વીજળીના ઝટકા આપશે ટીચર, માતા-પિતા કોર્ટમાં નહીં કરી શકે ફરિયાદ

    મુંબઈમાં શનિવાર મોડી રાતથી જ પડી રહેલા મૂશળધાર વરસાદાન કારણે હનુમાન નગરથી લઈને કાંદીવલી સુધીના વિસ્તારમાં ઘૂંટણ જેટલા પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકોના ઘરની અંદર સુધી પાણી ઘૂસી ગયા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવાથી ટ્રાફિક અવર-જવર બંધ થઈ ગઈ છે. મુંબઈના સિયોન રેલવે સ્ટેશનનો રેલવે ટ્રેક પાણી ભરાવાથી પુરો ડૂબી ગયો છે.

    મુંબઈમાં આજે આખો દિવસ વરસાદની ચેતવણી

    મળતી માહિતી મુજબ, સિયોન વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ મુંબઈમાં વરસાદની ચેતવણી આપી છે. જો આજે પણ આ રીતે વરસાદ પડતો રહ્યો તો સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: