મુંબઇ: મુંબઇમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે (સોમવારે) મુંબઇ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, મુંબઇ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.
મુંબઇની આસપાસનાં થાણે, પાલઘર વિસ્તારમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. મંગળવારે વરસાદની તિવ્રતા ઘટશે.
સોમવારે પુણે, કોલ્હાપુર, સતારા અને નાસિક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ તમામ વિસ્તારોમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
શરિવારે થાણેમાં પડેલા ભારે વરસાદનાં કારણે થાણેનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મુંબઇ અને તેની આસપાસનાં વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
બીજી તરફ ગુજરાતમાં પણ છેલ્લા ચોવીસ કલ્લાકમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાનાં વાવમાં છેલ્લા 24 કલ્લાકમાં નવ ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર