મુંબઈમાં ભારે વરસાદથી અનેક સ્થળે ટ્રાફિકજામ, હવાઈ સેવા રોકાઈ

મુંબઈમાં ભારે વરસાદથી અનેક સ્થળે ટ્રાફિકજામ, હવાઈ સેવા રોકાઈ
ફાઇલ તસવીર

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. બાંદ્રામાં વરસાદની શરૂઆતની સાથે જ અન્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરના લાલબાગ, હિંદમાતા, પરેલ, વરલી અને દાદર વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. સ્કાઈમેટ મુજબ, આજે મુંબઈમાં થોડા થોડા અંતરે ભારે વરસાદની શક્યતા છે. સપ્તાહના પહેલો દિવસ હોવાના કારણે આજે ઓફિસે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

  હવાઈ સેવા રોકાઈ  મુંબઈ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે, શહેરમાં પડી રહેલા ભારે વરસાદ બાદ મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્લેનનું ઓપરેશન રોકવામાં આવ્યું છે. વરસાદની અસર મુંબઈના ટ્રાફિક ઉપર પણ જોવા મળી રહી છે. દક્ષિણ તરફ જનારા વેસ્ટર્ન હાઈવે પર અનેક કિલોમીટરનો ટ્રાફિક જામ લાગી ગયો છે.

  એરપોર્ટના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, દરેક મિનિટે વિઝિબિલિટિમાં ફેરફાર થઈ રહ્યા છે. હવામાનના કારણે ઓપરેશનમાં વિલંબ થઈ રહ્યો છે. કોઈ ફ્લાઇટ કેન્સલ નથી કરવામાં આવી પરંતુ અત્યાર સુધી 3 ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી છે.

  આ પણ વાંચો, ઉત્તર પ્રદેશ : બેકાબૂ જનરથ બસ યમુના એક્સપ્રેસવેથી નીચે પડી, 29 લોકોનાં મોત

  દીવાલ પડતાં 5 લોકો ઘાયલ

  ભારે વરસાદના કારણે રવિવાર રાત્રે શહેરના શિવાજી નગર વિસ્તારમાં એક દીવાલ પડી ગઈ, જેના કારણે 5 લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટના બાદ સ્થાનિક લોકો એન પોલીસની મદદથી તમામ ઘાયલોને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
  First published:July 08, 2019, 10:30 am

  टॉप स्टोरीज