Home /News /national-international /UP-કેરળ સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, એલર્ટ જાહેર

UP-કેરળ સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના, એલર્ટ જાહેર

આ વર્ષે ચોમાસામાં વરસાદી દર્ઘટનાઓમાં કુલ 718 લોકોના મોત થઈ ચુક્યા છે.

આ વખતે ચોમાસામાં અત્યાર સુધીમાં સાત રાજ્યોમાં પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 718 લોકોના મોત થઈ ચુક્યા છે.

  રાષ્ટ્રીય આપદા પ્રબંધને(એનડીએમએ) કેરળ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ સહિત 16 રાજ્યોમાં અગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને મધ્ય અરબ સાગરમાં નહી જવાની સલાહ આપવામાં આવી છે.

  એનડીએમએના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના એક બુલેટિનના હવાલે એનડીએમએ જણાવ્યું છે કે, ઉત્તરાખંડના દૂરના વિસ્તારોમાં રવિવારે અને સોમવારે ભારે વરસાદ થવાની ચેતાવણી આપવામાં આવી છે.

  આમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ મધ્ય અરબ સાગરમાં સમુદ્દીય સ્થિતિ ખરાબ હોવાની સંભાવના છે. માછીમારોને આ વિસ્તારમાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે.

  ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઓડિશા, ઝારખંડ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

  આ વખતે ચોમાસામાં અત્યાર સુધીમાં સાત રાજ્યોમાં પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 718 લોકોના મોત થઈ ચુક્યા છે. ગૃહ મંત્રાલયના રાષ્ટ્રીય આપતકાલિન પ્રતિક્રિયા કેન્દ્ર (એનઈઆરસી) અનુસાર ઉત્તરપ્રદેશમાં 171 લોકો, પશ્ચિમ બંગાળમાં 170 લોકો, કેરળમાં 178 અને મહારાષ્ટ્રમાં 139 લોકોના મોત થયા છે. આ સિવાય ગુજરાતમાં 52 લોકો, અને આસામમાં 44 તથા નાગાલેન્ડમાં 08 લોકોના મોત થયા છે.

  રાજ્યોમાં વરસાદ સંબંધિત ધટનાઓમાં 26 લોકો લાપતા પણ થયા છે. જેમાંથી કેરળમાં 21 લોક અને પશ્ચિમ બંગાળમાં 5 લોકો લાપતા છે. જ્યારે 244 લોકો ઘાયલ થયા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Heavy rains, Including, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, કેરલ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन