Kerala Heavy Rain News: આઇએમડી (IMD)ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 16 નવેમ્બર સુધીમાં કેરળમાં એક કે બે સ્થળોએ ગાજવીજ સાથે વીજળી પણ ચમકવાની સંભાવના છે. તિરુવનંતપુરમ જિલ્લામાં વ્યાપક વિનાશની જાણ થઈ છે.
તિરુવનંતપુરમ: કેરળના (kerala) અનેક વિસ્તારોમાં 12 નવેમ્બરની રાતથી સતત વરસાદ (heavy rain) પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઊંચા વિસ્તારોમાં નાના ભૂસ્ખલન થયા છે. હવામાન વિભાગે શનિવારે છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરતા 'ઓરેન્જ એલર્ટ' જારી કરી છે.
તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ અને ઇડુક્કી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. એર્નાકુલમ, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર, વાયનાડ અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
તિરુવનંતપુરમના લોકોને સાવચેતી રાખવા અપીલ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 16 નવેમ્બર સુધીમાં કેરળમાં એક કે બે સ્થળોએ વીજળી ગાજવીજ સાથે ચમકવાની પણ સંભાવના છે. તિરુવનંતપુરમ જિલ્લામાં વ્યાપક વિનાશની જાણ થઈ છે જ્યાં ગઈ કાલ રાતથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. જે બાદ જિલ્લા અધિકારીઓએ લોકોને સતર્કતા રાખવા અપીલ કરી છે.
દરિયાકાંઠાના ગામની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા તિરુવનંતપુરમ-નાગરકોવિલ રૂટ પર રેલવે ટ્રેક પર માટી પડી હતી અને નજીકના ઉપનગર નેયતિન્કારામાં નેશનલ હાઇવે પરના પુલનો ભાગ ભારે વરસાદમાં ધોવાઈ ગયો હતો.
દરિયાકાંઠાના ગામ વિઝિંજમની દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જિલ્લાના ઊંચા પહાડી વિસ્તારોમાં ખાસ કરીને વિથુરા, પોનમુડી, નેડુમાંડુ, પાલોદ વગેરે વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સવારે અરુવિક્કારા અને પેપ્પારા ડેમના શટર ઉપાડવામાં આવ્યા હતા.
'રેડ એલર્ટ' 24 કલાકમાં 20 સેમીથી વધુ ભારેથી અત્યંત ભારે વરસાદ સૂચવે છે, જ્યારે 'ઓરેન્જ એલર્ટ' 6 સેમીથી 20 સેમી સુધી ખૂબ જ ભારે વરસાદનું પ્રતિનિધિત્વ કરે છે. 'યલો એલર્ટ' એટલે 6થી 11 સેન્ટીમીટર વચ્ચે ભારે વરસાદ.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર