Home /News /national-international /હિમાચલમાં વરસાદનો કાળો કેર: 54 દિવસમાં 249 લોકોના મોત; 1337 કરોડ રૂપિયાનું નુકશાન

હિમાચલમાં વરસાદનો કાળો કેર: 54 દિવસમાં 249 લોકોના મોત; 1337 કરોડ રૂપિયાનું નુકશાન

Heavy rains in Himachal Pradesh: હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે 200થી વધારે લોકોના મોત થયા છે, તો કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

Heavy rains in Himachal Pradesh: હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં થયેલી અતિવૃષ્ટિના કારણે 200થી વધારે લોકોના મોત થયા છે, તો કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

    શિમલા: Heavy rains in Himachal Pradesh; હિમાચલમાં તોફાની બનેલા ચોમાસાએ ખુબ જ ભારે તબાહી મચાવી છે. 29 જૂનથી લઈને અત્યાર સુધી 249 લોકોના જીવ ગયા છે, જ્યારે 444 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 10 લોકો હજું પણ ગુમ છે. હિમાચલ પ્રદેશને અત્યાર સુધી 1337 કરોડ રૂપિયાથી વધારેનું નુકશાન થયું છે. 29 પાકા અને 494 કાચા ઘર જમીનદોસ્ત થઈ ગયા છે. તે ઉપરાંત 494 કાચા અને 93 પાકા મકાનોને આંશિક નુકશાન થયું છે. પશુ-પાલકોના 176 પશુઓ પણ મોતને ભેટ ચડી ગયા છે. જોકે, જણાવી દઈએ કે મોતના આંકડાઓમાં રોડ અકસ્માતમાં થયેલા મૃત્યું પણ સામેલ છે અને અડધાથી વધારે મોત રોડ અકસ્માતમાં જ થયા છે.

    રાજ્ય સરકાર આ નુકશાનના રિપોર્ટને કેન્દ્ર સરકારને મોકલશે અને રાહતની માંગ કરવામાં આવશે. આ બાબતે કેબિનેટ મંત્રી સુરેશ ભારદ્વાજે કહ્યું કે, આ વખતે અણધાર્યો વરસાદ થયો છે પરંતુ કેટલીક જગ્યાઓ પર દુષ્કાળ જેવી સ્થિતિ છે. તેમણે કહ્યું કે, નુકશાનનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. સાથે જ કહ્યું કે, પ્રદેશમાં મૌસમમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. તેથી રાજ્ય સરકારે પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પગલાઓ ભર્યા છે.

    ત્રણ દિવસમાં સૌથી વધારે કહેર

    હિમાચલમાં 18થી 20 ઓગસ્ટ સુધી પડેલા અનાધાર વરસાદે સૌથી વધારે તબાહી મચાવી છે. આ ત્રણ દિવસોમાં 22થી વધારે લોકોના જીવ ગયા છે, જ્યારે 200 કરોડથી વધારે નુકશાન પ્રદેશને વેઠવું પડ્યું છે. સ્થિતિ એવી છે કે, આ દરમિયાન થયેલા વરસાદની અસર હજી સુધી દેખવા મળી રહી છે. અત્યાર સુધી હિમાચલમાં એક હાઈવે સહિત 118 રસ્તાઓ બંધ છે. કુલ્લુમાં 40, ચંબામાં 35, મંડીમાં 22, શિમલામાં 12 રસ્તાઓ બંધ છે. હાલ રાજ્યભરમાં 111 ટ્રાન્સફોર્મર અટવાયા છે, 85 પીવાના પાણીની યોજનાઓ અસરગ્રસ્ત છે. અવિરત વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે પરિવહન સેવાઓ પર પણ નોંધપાત્ર અસર જોવા મળી રહી છે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Monsoon season

    विज्ञापन
    विज्ञापन