બેંગલુરુમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

પ્રતિકાત્મક તસવીર

. કેરળમાં આવતી કાલે ચોમાસુ બેસે તેવી શક્યતા છે. આથી કેરળ અને કર્ણાટકાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડશે

 • Share this:
  આગામી 24 કલાકમાં કર્ણાટકનાં બેંગલુરુ ભારે વરસાદ પડશે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમારું એક અઠવાડિયું મોડુ છે. કેરળમાં આવતી કાલે ચોમાસુ બેસે તેવી શક્યતા છે. આથી કેરળ અને કર્ણાટકાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

  મહત્વની વાત એ છે કે, દક્ષિણ ભારતનાં કેટલાક વિસ્તારમાં ચોમાસા પહેલામાં વરસાદ સારો નોંધાયો છે. છેલ્લા થોડા દિવસોથી ધીમો વરસાદ પડી રહ્યો છે.
  બેંગલુરુમાં હાલ વાતાવરણ ખુશનુમા છે. છેલ્લા 24 કલાકમાં બેંગ્લુરુમાં 20 એમએમ વરસાદ પડ્યો છે.

  મહિનાનો સરેરાશ વરસાદ 89 એમએમ છે. બેંગલુરુમાં અત્યાર સુધીમાં 63 એમએમ વરસાદ પડી ચૂક્યો છે. આગામી 24 કલાકમાં બેંગલુરુ અને દક્ષિણ કર્ણાટકાનાં અંતિરાયળા ભાગોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરાઇ છે.

  જો આ વરસાદ પડશે તો બેંગલુરુમાં જૂન મહિનામાં જે સરેરાશ વરસાદ પડે છે તેની માત્રા વધી જશે.

  વિધિવત ચોમાસુ બેસતા જ વરસાદની માત્રા અને તિવ્રતા વધશે. આગામી સમયમાં વાતાવરણ વાદળછાંયુ રહેશે.
  Published by:Vijaysinh Parmar
  First published: