ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે 48 લોકોનાં મોત, UPમાં અલર્ટ

News18 Gujarati
Updated: September 29, 2019, 8:25 AM IST
ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે 48 લોકોનાં મોત, UPમાં અલર્ટ
વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 48 લોકોનાં મોત થયા છે.

માત્ર ઉત્તર પ્રદેશમાં શુક્રવારથી અત્યાર સુધી 35 લોકોએ જીવ ગુમાવ્યા છે

  • Share this:
નવી દિલ્હી : દેશના અનેક વિસ્તારોમાં વરસાદે ફરી એકવાર કહેર સર્જ્યો છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી લગભગ 48 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં લોકો ભોગ બન્યા, જ્યારે બિહાર (Bihar)માં સતત વરસાદથી રાજ્યના પાટનગરના રસ્તાઓ અને અન્ય વિસ્તારોમાં પાણી ભરાવાનું અને બે મંત્રીઓના ઘર પાણીમાં ઘેરાઈ ગયા.

ઉત્તર પ્રદેશમાં શુક્રવારથી અત્યાર સુધી 35 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકારે કહ્યુ કે 25 લોકોના મોત શનિવારે થયા, જ્યારે 10 લોકોએ શુક્રવારે જીવ ગુમાવ્યા. હવામાન વિભાગે રવિવારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ સ્થળો પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે રવિવારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં અલગ-લગ સ્થળોએ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે.


વરસાદના કારણે ઘર પડવાથી લોકોનાં મોત

સરકાર તરફથી જાહેર નિવેદન મુજબ, વરસાદના કારણે ઘર પડવા, વૃક્ષો ધરાશાયી થવા અને સાપના કરડવાના કારણે લોકોનાં મોત થયા. કાચા મકાનો પડવા ઉપરાંત દીવાલ પડવાના કારણે પણ લોકોના મોત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાઓમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

તીર્થસ્થળ હેમકુંડ સાહિબ જઈ રહેલા પંજાબા 6 તીર્થયાત્રીઓના મોત થયા છે.
બીજી તરફ, ઉત્તરાખંડમાં અધિકારીઓએ જણાવ્યું કે, હિમાલયમાં આવેલા તીર્થસ્થળ હેમકુંડ સાહિબ જઈ રહેલા પંજાબના 6 તીર્થયાત્રીઓના મોત થયા છે, જ્યારે ટિહરી જિલ્લામાં એક મોટી ખડક તેમના વાહન પર પડી હતી. ભારત વરસાદના કારણે ભૂસ્ખલનના કારણે આ ખડક પડી હતી.

પુણેમાં પૂરથી મરનારાઓની સંખ્યા વધીને 22 થઈ

પુણેમાં ગુરુવારે આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. બીજી તરફ સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, હજુ પણ 5 લોકો ગુમ છે. નોંધનીય છે કે, પુણે અને આસપાસના વિસ્તારોમાં બુધવાર અને ગુરુવારની વચ્ચે 10 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો જેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું. તેના કારણે અધિકારીઓએ ત્રણ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા.

અધિકારીઓએ જણાવ્યું કે, 16 લોકોનાં મોત પુણેમાં થયા, જ્યારે 6 લોકો જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયા. તેઓએ જણાવ્યું કે જિલ્લામાં પાંચ લોકો ગુમ છે. જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે કહ્યુ કે તાંગેવાલા કૉલોનીમાં પૂર પ્રભાવિતોને રાહત સહાય ચેકથી સોંપવામાં આવી.

આ પણ વાંચો,

અમદાવાદ : કર્ણાવતી ક્લબ અને રાજપથ ક્લબમાં પહેલા બે દિવસનાં ગરબા રદ
Navratri 2019: બજરંગદળે પાર્ટી પ્લોટો બહાર 'લવ જેહાદથી સાવધાન'ના લગાવ્યા પોસ્ટર્સ
First published: September 29, 2019, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading