સિક્કિમમાં વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર, 300 પર્યટકો ફસાયા

News18 Gujarati
Updated: June 18, 2019, 10:01 PM IST
સિક્કિમમાં વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર, 300 પર્યટકો ફસાયા
એજન્સીના રિપોર્ટ પ્રમાણે આંધ્રપ્રદેશના તેલંગણા અને તામિલનાડુંમાં પણ ભારે વરસાદની આગાહી છે.

એજન્સીના રિપોર્ટ પ્રમાણે આંધ્રપ્રદેશના તેલંગણા અને તામિલનાડુંમાં પણ ભારે વરસાદની આગાહી છે.

  • Share this:
હાલ સમગ્ર દેશમાં વરસાદી માહોલ સર્જાયો છે. એવામાં ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો 250થી 300 ટૂરિસ્ટ ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્કાયમેટ વેધરના રિપોર્ટ પ્રમાણે સિક્કિમના ગંગટોક તથા ઉત્તર સિક્કિમમાં ભારે વરસાદ પડ્યો છે. ઉત્તર આંધ્ર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે. તો વાદળ ફાટતા તિસ્તા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભેખડ ધસવાથી લઇને રોડ બેસી જવાની અનેક ઘટનાઓ નોંધાઇ છે. રસ્તો બ્લોક થઇ જતા અંદાજે 300 જેટલા મુસાફરો ફસાયા છે, જેઓને લાચેન પોલીસ મદદ કરી રહી હોવાનું સામે આવ્યું છે.

અહીં ક્લિક કરી વાંચોઃ ખેડૂતે એવું મશીન તૈયાર કર્યુ જે સેકન્ડમાં નારિયેળી પર ચઢવામાં કરશે મદદ

 એજન્સીના રિપોર્ટ પ્રમાણે આંધ્રપ્રદેશના તેલંગણા અને તામિલનાડુંમાં પણ ભારે વરસાદની આગાહી છે. કેરળના પશ્ચિમી તટીય ભાગ સહિત કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે.
First published: June 18, 2019, 10:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading