Home /News /national-international /

ઉત્તરાખંડમાં વરસાદી કહેર, યાત્રાળુઓ, પ્રવાસીઓ ફસાયા

ઉત્તરાખંડમાં વરસાદી કહેર, યાત્રાળુઓ, પ્રવાસીઓ ફસાયા

ચોમાસાના પહેલા વરસાદે ગુજરાતને ઘમરોળ્યા બાદ ઉત્તરાખંડમાં પણ કહેર વર્તાવવું શરૂ કરી દીધું છે. દહેરાદુનમાં ગત રાતે મેઘરાજાએ હેલી કરતાં શહેર સહિત આસપાસના પંથક પાણી પાણી થઇ ગયા છે. જોકે હાલ વરસાદ ધીમો પડ્યો છે, જોકે ભારે વરસાદને લીધે ગંગા સહિત નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે.

ચોમાસાના પહેલા વરસાદે ગુજરાતને ઘમરોળ્યા બાદ ઉત્તરાખંડમાં પણ કહેર વર્તાવવું શરૂ કરી દીધું છે. દહેરાદુનમાં ગત રાતે મેઘરાજાએ હેલી કરતાં શહેર સહિત આસપાસના પંથક પાણી પાણી થઇ ગયા છે. જોકે હાલ વરસાદ ધીમો પડ્યો છે, જોકે ભારે વરસાદને લીધે ગંગા સહિત નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
દહેરાદુન # ચોમાસાના પહેલા વરસાદે ગુજરાતને ઘમરોળ્યા બાદ ઉત્તરાખંડમાં પણ કહેર વર્તાવવું શરૂ કરી દીધું છે. દહેરાદુનમાં ગત રાતે મેઘરાજાએ હેલી કરતાં શહેર સહિત આસપાસના પંથક પાણી પાણી થઇ ગયા છે. જોકે હાલ વરસાદ ધીમો પડ્યો છે, જોકે ભારે વરસાદને લીધે ગંગા સહિત નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે.

રૂદ્રપ્રયાગથી ગુપ્તકાશી, કેદારનાથ તરફ જવાના રસ્તે મંદાકિની નદીના કિનારે આવેલા કિર્તીનગર શહેર અને વિજયનગર અસરગ્રસ્ત બન્યું છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસી જવા ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને પગલે ચારધામની યાત્રા અટકી છે અને વર્તમાન સ્થિતિ જોતાં ગત રાતે અહીં સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એક ખાસ ટીમ બનાવાઇ હતી જે વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને નુકશાનીનો તાગ મેળવશે.

અહીં નોંધનિય છે કે, તોફાની વરસાદથી હેમકૂંડ સાહિબ માર્ગમાં બે નદીના પુલ પાણીના પ્રવાહમાં તણાણ ગયા. સોનપ્રયાગમાં રાહદારી પુલને ભારે નુકશાન થયું છે. ઉપરાંત કાલીમઠ અને વિજયનગરમાં પણ એક એક પુલ પાણીના પ્રવાહમાં વહી ગયો. સરકારે કહ્યું છે કે, ચારધામ યાત્રા માટે આવેલા યાત્રાળુઓની સુરક્ષાનો પુરતો ખ્યાલ રખાશે અને જરૂર પડે એમને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવાશે. જોકે હાલ ચાર હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે અને એસડીઆરએફની ટીમને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના કરી દેવાઇ છે.

અહીં નોંધનિય છે કે, ગુજરાતમાં વરસાદી કહેર હવે ધીમું પડ્યું છે અને પરિસ્થિતિ ધીરે ધીરે કાબુ હેઠળ આવી રહી છે.
First published:

Tags: ઉત્તરાખંડ, ગુજરાત, યાત્રાળુ, વરસાદ

આગામી સમાચાર