ઉત્તરાખંડના ચાર જીલ્લામાં વાદળ ફાટ્યું, જળબંબાકાર, ચારધામ યાત્રી ફસાયા

  • Share this:
    ઉત્તરાખંડમાં એકવાર ફરી કુદરતે પોતાનું વિકરાળરૂપ બતાવ્યું છે. શુક્રવાર સાંજે ઉત્તરાખંડમાં ુત્તરકાશી, ટિહરી સહિત ચાર જગ્યાઓ પર વાદળ ફાટ્યું છે. હવામાન વિભાગે 36 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ઉત્તરાકંડમાં ITBPને પણ એલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે.

    વાદળ ફાટ્યા બાદ પાંચ જેટલી બચાવકાર્ય ટીમ ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારમાં મોકલી દેવામાં આવી છે. બારે વાવાજોડાના કારમે યમુનાઘાટીમાં વિજળીડુલ થઈ ગઈ છે. ઉત્તરાખંડમાં વરસાદની અસર દિલ્હીમાં પણ જોવા મળી છે. દિલ્હીમાં પણ ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે.

    ઉત્તરાખંડમાં ચાર જગ્યાએ વાદળ ફાચ્યું
    વાદળ ફાટ્યા બાદ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સાંજથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્ય છે. ઉત્તરકાશી, ટિહરી સિવાય પૌડી અને બાલાકોટમાં પણ વાદળ ફાટ્યું છે. આ વિસ્તારમાં SDRFની ટીમ રવાના કરી દેવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને જોતા બદ્રીનાથ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને હાલ કોલવામાં આવ્યો છે. હવે બદ્રીનાથ અને ગોવિંદઘાટની ગાડીઓને ઋષિકેશ તરફ મોકલવામાં આવી રહી છે. આ સિવાય બદ્રીનાથ અને હેમકુંડ જતા શ્રદ્ધાળુઓને જોશીમઠમાંજ રોકી દેવામાં આવ્યા છે. જેવા બદ્રીનાથ ગોવિંદઘાટમાં ફસાયેલા યાત્રાળુને નિકાળવામાં આવશે, ત્યારબાદ જોશીમઠમાં ફસાયેલા લોકોને આગળ મોકલવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 2013માં કુદરતે ઉત્તરાખંડમાં પોતાનો કહેર વર્તાવ્યો હતો. જૂન 2013માં વાદળ ફાટવાની ઘટનાથી કુદરતી આફત આવી પડી હતી, જેમાં લગભગ 4500થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. લાંબા સમય માટે કેદારનાથની યાત્રા પર રોક લગાવી દેવામાં આવી હતી. એકવાર ફરી કેદારનાથને ફરી વસાવવાની કામગીરી હજુ ચાલુ છે.
    Published by:kiran mehta
    First published: