Heavy rain: અનરાધાર વરસાદના પગલે અંડરપાસમાં એબ્યુલન્સ-બસ ફસાઈ, મુસાફરો અને સગર્ભાના જીવ અધ્ધર
Heavy rain: અનરાધાર વરસાદના પગલે અંડરપાસમાં એબ્યુલન્સ-બસ ફસાઈ, મુસાફરો અને સગર્ભાના જીવ અધ્ધર
એમ્બ્યુલન્સ અને બસ વરસાદી પાણીમાં ફસાઈ
uttar pradesh rain news: વિવારના દિવસે વરસાદનાં કારણે ભાગ-દોડ મચી ગઈ હતી જયારે રોળવેજ બસ અને એમ્બ્યુલન્સ અંડરપાસમાં (Ambulance underpass) ફસાય ગઈ હતી. ત્યારે ઇટાવા હાઇવે પર બનેલ મૈનપુરી અંડર બ્રિજેથી ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સમા લઇ જતા હતાં તે દરમિયાન એમ્બ્યુલન્સ ફસાય ગઈ હતી.
ઇટાવા: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh news) ઇટાવામાં ભારે વરસાદ (heavy Rain) હવે લોકો માટે આફત રૂપ બની ગઈ છે. નદી-નાળામાં વરસાદના ઉફાનનાં લીધે કસમયે લોકોને પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો. તે વચ્ચે રવિવારના દિવસે વરસાદનાં કારણે ભાગ-દોડ મચી ગઈ હતી જયારે રોળવેજ બસ અને એમ્બ્યુલન્સ અંડરપાસમાં (Ambulance underpass) ફસાય ગઈ હતી. ત્યારે ઇટાવા હાઇવે પર બનેલ મૈનપુરી અંડર બ્રિજેથી ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સમા લઇ જતા હતાં તે દરમિયાન એમ્બ્યુલન્સ ફસાય ગઈ હતી. તેને બહાર તરફ લાવવા માટે જેસિબીનો સહારો લેવો પડ્યો હતો.
બધા ફસાય ગયેલા વાહનોને ક્રેનન્સની મદદથી ઉંચકીને કઢાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાવાથી એક કલાક સુધી આગરા ફોર્ટ ડિપોની બસ ફસાય રહી હતી. જાળવા મળ્યું છે કે બસમાં 30 મુસાફરો હાજર હતા.
જસીબીની મદદથી બસને બહાર કાઢી લેવાય હતી.તેમજ ધોધમાર વરસાદનાં કારણે મૈનપુરી રસ્તા પર અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું.જયારે ત્યાંથી એક ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સ દ્વારા લઇ જવાય રહી હતી તે સાથે ત્યાં બસ પણ ફસાઈ ગઈ હતી.
રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ અને રોડવેજ બસને બહાર નીકાળી હતી. આ પેહલી વાર નથી બન્યું આની પહેલાં પણ અંડર બ્રિજમાં ભારે વરસાદના લીધે આ રીતે વાહન ફસાવાની ઘટના સામે આવતી હોઈ છૅ.
ફિરોજાબાદની દીવાળી કુમાસ નામની મહિલા બસ યાત્રી કહે છે કે તે ઇટાવા આવી રહી હતી. પણ અંડરબ્રિજમાં પાણી ભરાવાના લીધે બસ ફસાઈ ગઈ હતી. આ જ પ્રકારની વાત બીજી મહિલા યાત્રીએ પણ કરી હતી.
અંડર બ્રિજમાં ફસેલી એમ્બ્યુલેન્સ અને બસને કાઢવા માટે નગર-પાલિકા પરિસદના ઈંસ્પેક્ટર આનંદ કુમાર કહે છે કે તે મુશળધાર વરસાદના લીધે જે એમ્બુલેન્સ અને બસને ફસાયેલ હતી તેને નગરપાલિકા દ્વારા બહાર કાઢી લેવાય હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર