Home /News /national-international /તમિલનાડુમાં ભરશિયાળે સાંબેલાધાર વરસાદ, સોમવારે શાળા-કૉલેજ બંધનું એલાન

તમિલનાડુમાં ભરશિયાળે સાંબેલાધાર વરસાદ, સોમવારે શાળા-કૉલેજ બંધનું એલાન

તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી કારણે શાળા કૉલેજ એક દિવસ પૂરતાં સ્થગિત

તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતી કારણે શાળા કૉલેજ એક દિવસ પૂરતાં સ્થગિત

    ચેન્નાઈ : ઉત્તર-પૂર્વના મોનસૂના કારણે તમિલનાડુમાં (Tamilndu)ના અનેક વિસ્તારોમાં ભરશિયાળે ભારે વરસાદ (Heavy Rain) વરસ્યો છે. ચેન્નાઈમ ભારે વરસાદના કારણે એક વ્યક્તિની મોત થઈ ગઈ છે તો સંઘ પ્રદેશ પુડ્ડુચેરીમાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં વરસાદના કારણે ઉભા થયેલા સંજોગોને જોતા રાજ્ય સરકારે સોમવારે શાળા-કૉલેજો બંધ રાખવાનું એલાન કર્યુ છે. સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ તમિલનાડુના તિરુવલ્લુર, તોતુકુડી, રામનાથપુરમમાં સ્કુલૃ-કૉલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

    રાજ્યના ચેંગલપટ્ટૂ, કાંચીપુરી, અને ચેન્નાઇમાં શાળાઓમાં રજા આપવામાં આવી છે પરંતુ મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગના નિદેશક એન પુવિરાસને પત્રકારોને જણાવ્યું કે ઉપરી વાયુ પ્રવાહના લીધેરાચજ્યમાં ભારે વરસાદ થયો છે. આગામી 24-48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે.

    આ પણ વાંચો :  હેદરાબાદ ગેંગરેપ મર્ડરઃ ચાર દિવસ બાદ એક્શનમાં આવ્યા KCR, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

    અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે તમિલનાડુ પાણીપાણી થયું છે. હવામાન વિભાગે કેપ કોમોરિન અને લક્ષદ્વીપ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. દરમિયાન ચેન્નાઈના પોલીસ કમિશનર એ.કે. વિશ્વનાથને શહેરની સ્થિતિનો તાગ મેળવ્યો છે. ભારે વરસાદના કારણે તેઓ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.



    સંકરબની નદીના કાંઠે રહેતા લોકોને ચેતાવણી

    દરમિયાન પુડ્ડુચેરીમાં સંકરબની નદીના કાંઠે રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. રવિવારે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમૅન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાવાની આગાહી જાહેર કરી છે. નદીમાં 50 કિલોમીટર દૂર આવેલા વિદુર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. ડેમની ક્ષમતા 32 ફૂટ છે જ્યારે ભાર વરસાદના કારણે ડેમની સપાટી 30.00 ફૂટે પહોંચી છે.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો