Home /News /national-international /

tamil Nadu rains: તમિલનાડુમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી, ચાર બાળકો સહિત 9ના મોત

tamil Nadu rains: તમિલનાડુમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી, ચાર બાળકો સહિત 9ના મોત

ઘટના સ્થળની તસવીર

tamilnadu news:શુક્રવારે રાજ્યના વેલ્લોર જિલ્લમાં ભારે વરસાદના (heavy rain in vellor) કારણે એક મકાઢ ધરાશાયી (Building collapsed) થયું હતું. મકાન પડવાના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે.

    તમિલનાડુઃ તમિલનાડુના (tamilnadu) વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનો (Heavy Rains in Tamil Nadu)કહેર ચાલું છે. શુક્રવારે રાજ્યના વેલ્લોર જિલ્લમાં ભારે વરસાદના કારણે એક મકાઢ ધરાશાયી (Building collapsed) થયું હતું. મકાન પડવાના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટી થઈ છે. મરનાર લોકોમાં 4 માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને (Chief Minister MK Stalin) આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે જ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

    તમિલનાડુમાં વરસાદને કારણે મકાન ધરાશાયી થવાનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ આવા અકસ્માતના અહેવાલો સામે આવ્યા છે. ગયા અઠવાડિયે, રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 10 થી વધુ લોકોના મોત થયા હતા.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ વૃદ્ધને સજાતીય સંબંધોનો શોખ ભારે પડ્યો, હત્યાનો આરોપીએ પોલીસને જણાવ્યો આખો સીલસીલો

    રાજ્યમાં અવિરત વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વૃક્ષો અને પાક બરબાદ થઈ ગયા છે. એક આંકડા મુજબ, ભારે વરસાદને કારણે 1 હજારથી વધુ લોકો બેઘર બન્યા છે.

    આ પણ વાંચોઃ-પત્ની બાથરૂમમાં ન્હાવા ગઈ અને એન્જીનિયર પતિએ એવું કર્યું કે પહોંચી ગઈ સીધી હોસ્પિટલ

    ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે તમિલનાડુમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. 1 ઓક્ટોબરથી શરૂ થયેલા વર્તમાન ઉત્તર-પૂર્વ ચોમાસા દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 61 ટકા વધુ વરસાદ નોંધાયો છે. તે જ સમયે, ઉત્તર તમિલનાડુના જિલ્લાઓ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ચાલુ છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તમારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે', સસરાની વાતથી ખોટું લાગતા પુત્રવધૂએ દવા ખાધી

    ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. તે 19 નવેમ્બરના રોજ સવારે 3થી 4 વાગ્યાની વચ્ચે પુડુચેરી અને ચેન્નાઈ વચ્ચે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના સંલગ્ન દરિયાકિનારાને પાર કરી ગયો. તે જ સમયે, ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય ઉત્તરીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે તાજેતરમાં 14 લોકોના મોત થયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Building collapse, Heavy rain, Tamil Nadu

    આગામી સમાચાર