તમિલનાડુમાં ભારે વરસાદથી તબાહી, 15 લોકોનાં મોત, સ્કૂલ-કૉલેજ બંધ

News18 Gujarati
Updated: December 2, 2019, 10:09 AM IST
તમિલનાડુમાં ભારે વરસાદથી તબાહી, 15 લોકોનાં મોત, સ્કૂલ-કૉલેજ બંધ
સતત પડી રહેલા વરસાદના કારણે ચારે તરફ તબાહી જોવા મળી રહી છે.

પાણીમાં ફસાયેલા 800 લોકોને બચાવાયા, હવામાન વિભાગે આગામી બે દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી

  • Share this:
ચેન્નઈ : તમિલનાડુ (Tamil Nadu)માં ભારે વરસાદ (Heavy Rain)ને કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પૂરનું એલર્ટ (Flood Alert)જાહેર કર્યું છે. આ દરમિયાન પ્રશાસને તમામ સ્કૂલ અને કૉલેજ બંધ કરવાના આદેશ આપ્યા છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારના લગભગ 800 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

રાજ્યના કોયમ્બતૂરમાં ભારે વરસાદને કારણે ત્રણ મકાન ધરાશાયી થઈ ગયા. મેટ્ટુપાલયમમાં સોમવાર સવારે થયેલી દુર્ઘટનામાં અત્યા સુધી 10 શબ બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. કાટકાળમાં દબાયેલા બાકી લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં સ્થાનિક લોકો પણ સહયોગ આપી રહ્યા છે.

વરસાદના કારણે અફરાતફરીહવામાન વિભાગે આગામી બે દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી કરી છે. આજે તમિલનાડુના તિરુવલ્લુર, તોતુકુડી અને રામનાથપુરમ વિસ્તારોમાં સ્કૂલ અને કૉલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટીમાં પરીક્ષાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

દરેક સ્થળે અલર્ટ

અરબ સાગરમાં દબાણનું ક્ષેત્ર ઊભું થવાના કારણે માછીમારોને કેપ કોમોરિન અને લક્ષદ્વીપ વિસ્તારમાં સુમદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન શહેરના પોલીસ કમિશ્નર એ. કે. વિશ્વનાથને ચેન્નઇમાં સ્થિતિની નિરીક્ષણ કર્યું અને અને સ્થિતિની સમીક્ષા કરી. વિશ્વનાથે કહ્યુ કે, સ્થિતિને જોતાં તમામ વિભાગોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો, દુલ્હનના રૂમમાંથી 10 લાખના ઘરેણાં ભરેલી બેગ ચોરીને ગઠિયો રફુચક્કર!
First published: December 2, 2019, 9:54 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading