Home /News /national-international /

મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ

મુંબઈમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ

અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામ

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે મુંબઈ, થાણે, રત્નાગીરી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24થી 36 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

    મુંબઈ : શુક્રવારે સવારથી મુંબઈના અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે મુંબઈમાં તાપમાનનો પારો 27 ડીગ્રીએ પહોંચી ગયો હતો. મુંબઈના જુહુ, મુલુંડ, વિલે પાર્લેમાં વરસાદ નોંધાયો છે. મુંબઈના પાડોશી વિસ્તારો જેવા કે થાણે, વસઈ, વિરારમાં પણ શુક્રવારે વરસાદ પડી રહ્યો છે.

    વરસાદને કારણે શહેરનું તાપમાન જરૂર ઘટ્યું છે પરંતુ મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ બાદ શહેરીજનો સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા હતા.

    ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે મુંબઈ, થાણે, રત્નાગીરી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 24થી 36 કલાક દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.

    દેશના સૌથી સમૃદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન કહેવતા BMCના કહેવા પ્રમાણે આ વર્ષે માળખાકીય સુવિધાઓ માટે બજેટમાં 100% જેટલો વધારો કરવામાં આવ્યો છે. 2019-20ના વર્ષ માટે બીએમસીનું કુલ બજેટ 25,000 કરોડ રૂપિયા છે. આ સમયગાળા દરમિયાન રોડ અને ડ્રેનેજ પાછળ ક્રમશ: રૂ. 3820 અને રૂ. 825 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

    મુંબઈના મેયર વિશ્વનાથ મહાદેશ્વરે જણાવ્યું હતું કે, "આ વખતે અમે વરસાદ પહેલા ખૂબ કામ કર્યું છે. પમ્પિંગ સ્ટેશનો પણ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ જો એક દિવસમાં 300 મિલીમીટરથી વધારે વરસાદ ખાબકશે તો રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની શક્યતા રહેલી છે."

    વિસ્ટારા એરલાઇને પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, "ભારે વરસાદને કારણે એરપોર્ટ રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ થઈ શકે છે. જે પ્રવાસીઓ મુંબઈથી પ્રવાસ કરી રહ્યા છે તેમને થોડા વહેલા ઘરેથી નીકળવાની સલાહ આપવામાં આવે છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gujarat Rain Updates, Heavy rain, Water-logging, બીએમસી, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन