વરસાદથી મુંબઈની રફતાર અટકી, સ્કૂલો-ઓફિસો બંધ, વેસ્ટર્ન રેલવે લાઇન ઠપ

News18 Gujarati
Updated: July 2, 2019, 12:41 PM IST
વરસાદથી મુંબઈની રફતાર અટકી, સ્કૂલો-ઓફિસો બંધ, વેસ્ટર્ન રેલવે લાઇન ઠપ
ભારે વરસાદને પગલે પાણીમાં ગરક થયેલી કાર

પાલઘરના નાલાસોપારામાં રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે રેલ સેવા પ્રભાવિત થઈ છે.

  • Share this:
મુંબઈ : ભારે વરસાદને પગલે માયાનગરી મુંબઈની રફતાર અટકી ગઈ છે. વરસાદને કારણે લોકોએ ફરી એકવખત મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાને ખૂબ અસર પહોંચી છે. પાલઘરના નાલાસોપારામાં રેલવે સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે રેલ સેવા પ્રભાવિત થઈ છે. (આ પણ વાંચો : ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ, અસંખ્ય ફ્લાઇટો ડાઇવર્ટ કરાઈ)

વરસાદને કારણે હોસ્પિટલો અને રેલવે સ્ટેશનો પર પણ પાણી ભરાયા છે. બીજી તરફ હવામાન વિભાગે મંગળવારે પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારે વરસાદા પગલે મુંબઈમાં ખાનગી અને સરકારી ઓફિસોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈની વેસ્ટર્ન લાઇન પુરી રીતે ઠપ્પ થઈ ગઈ છે. વરસાદને પગલે 54 ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી છે. એટલું જ નહીં મુંબઈ માટેની ફ્લાઇટોની ટિકિટો આપવાનું બંધ કરવામાં આવ્યું છે. (આ પણ વાંચો :  ભારે વરસાદથી મુંબઈમાં 17 લોકોનાં મોત, BMCએ રજા જાહેર કરી)ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી ચેતવણી પ્રમાણે આગામી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પાલઘર અને નાલાસોપારા રેલવે સ્ટેશન પર પાણી ભરાયા છે. (આ પણ વાંચો : મુંબઈમાં ભારે વરસાદ : સ્પાઇસ જેટનું વિમાન રનવેથી આગળ નીકળી ગયું )

 

મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (સીપીઆરઓ)એ જણાવ્યું કે આ કુદરતનો કોપ છે. કુર્લા-થાણે સેક્શનમાં આ પ્રકારના વરસાદમાં ટ્રેન ચલાવવી સુરક્ષા માટે ખતરો છે. નવો આદેશ ન આવે ત્યાં સુધી ટ્રેનની સેવાને સ્થગિત કરી દેવામાં આવી છે.ભારે વરસાદને કારણે બ્રૃહદ મુંબઈ કોર્પોરેશન તરફથી બીજી જુલાઈના રોજ તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. બીએસસીના જનસંપર્ક અધિકારીએ આ માહિતી આપી છે.

ભારે વરસાદને પગલે મુંબઈના સાયન રેલેવે સ્ટેશન પર પાણી ભરાયા હતા.

ભારે વરસાદને પગલે પશ્ચિમ કુર્લા ખાતે આવેલી કૈલાશ પરબત સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.

થાણેમાં રેલવે સ્ટેશન ખાતે ફસાયેલા મુસાફરોને રેલવે પ્રોટેક્શન ફોર્સ તરફથી ચા-નાસ્તો આપવામાં આવ્યો હતો.

ભારે વરસાદને પગલે મુંબઈના વખોલા પોલીસ સ્ટેશનમાં વરસાદના પાણી ભરાઈ ગયા હતા.
First published: July 2, 2019, 8:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading