Home /News /national-international /Rain Disaster In Bengaluru: બેંગ્લોરમાં ભારે વરસાદથી તબાહી; અબજોપતિના કરોડોના ઘર પાણીમાં!

Rain Disaster In Bengaluru: બેંગ્લોરમાં ભારે વરસાદથી તબાહી; અબજોપતિના કરોડોના ઘર પાણીમાં!

ભારે વરસાદને કારણે અબજોપતિના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે - ફાઇલ તસવીર

Rain Disaster In Bengluru: બેંગલોરમાં ભારે વરસાદને કારણે સિલિકોન શહેરના સૌથી એક્ઝેક્યુટિવ ગેટેડ કોમ્યુનિટી એપ્સલોન પણ પૂરના પાણીમાં ડૂબી ગયું છે. એપ્સલોનમાં દેશના દિગ્ગજ અજબપતિ અને વર્તમાનમાં કેટલાક બહાર આવતા અબજોપતિના વિલા છે. તેમાંથી ઘણા પરીવારોને ટ્રેકટરથી બહાર નીકાળવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વિસ્તાર બેંગલોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં દરેક જગ્યાએ પૂરના પાણી ઘૂસી ગયા છે. માત્ર શહેરોમાં જ નહીં નીચાણવાળા વિસ્તારમાં રહેનારા લોકોનાં ઘર પણ ડૂબી ગયા છે. તેમાં અમીરો પણ બાકી રહ્યા નથી. કુદરતે તેમના પર પણ કહેર વરસાવ્યો છે. સિલિકોન શહેરના સૌથી એક્ઝેક્યુટિવ ગેટેડ કોમ્યુનિટી એપ્સલોન પણ પૂરના પાણીમાં ડૂબી ગયું છે. એપ્સલોનમાં દેશના દિગ્ગજ અજબપતિ અને વર્તમાનમાં કેટલાક બહાર આવતા અબજોપતિના વિલા છે. એપ્સલોનમાં કોઈ પણ વિલા 10 કરોડની નીચેની કિંમતના નથી. આ પોશ વિસ્તારમાં ચેરમેન રિશદ પ્રેમજી જેવા જૂના અબજપતિ તો બાયજૂ રવીન્દ્રન જેવા નવા જમાનાના સ્ટાર્ટઅપ અબજપતિઓ રહે છે.

    આલિશાન બંગલાઓમાં પાણી ઘૂસ્યાં


    ટીઓઆઈની જાણકારી પ્રમાણે, બ્રિટાનિયાના સીઈઓ વરુણ બેરી, બિગ બાસ્કેટના સહ-સંસ્થાપક અભિનય ચૌધરી અને પેજ ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી. અશોક જીનોમલ આ નામી 150 લોકોમાં સામેલ છે. જેમના આલિશાન બંગલા અહીંયા જ છે. પરંતુ રાતોરાત સ્વપ્નલોક એપ્સલોન કાદવભરી ગંદકીમાં ફેરવાઈ ગયું હતું. અહીં રહેતા કેટલાંય અરબપતિઓના પરિવારોને ટ્રેકટરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. અબજોપતિઓના બંગલાની સામે ઘણી-બધી ગાડીઓ તરતી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં જોઈ શકાય છે કે, આ કરોડોના બંગલાની સામે જર્મની, ઈટલીની કરોડો રૂપિયાની કાર તરી રહી છે. અનએકેડેમીના સીઈઓ ગૌરવ મુંજાલે ટ્વીટ કર્યુ હતુ કે, ‘અમારી સોસાયટી પાણીમાં ડૂબી ગઈ છે. મારા પરિવાર અને પાળેલાં પ્રાણીઓને ટ્રેકટરથી બહાર કાઢવામાં આવ્યા છે. માહોલ ખરાબ છે. કૃપા કરીને ધ્યાન આપો.’

    આ પણ વાંચોઃ 4 દિવસ સુધી દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

    લોકોને બોટ અને ટ્રેકટરથી બહાર કાઢ્યાં


    એપ્સલોનમાં રહેનારા લોકો રવિવારે રાત્રે થયેલાં મૂશળઘાર વરસાદ પછી પોતાના કરોડોના ઘર છોડીને બોટ અને ટ્રેકટરથી બહાર નીકળી ગયા છે. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણીકાપ અને વીજળીકાપ પણ કરાયો હતો. મંગળવારે એપ્સલોન અને પડોશની ગેટેડ કોમ્યુનિટીની આગળ કેટલીય કાર પણ તરતી નજરે આવી હતી. જાણકારી અનુસાર, એપ્સલોનમાં એક સામાન્ય વિલાની કિંમત 10 કરોડ રૂપિયા છે. પ્લોટના કદના આધારે કિંમત 20થી 30 કરોડ રૂપિયા સુધી છે. એક એકર પ્લોટની કીંમત 80 કરોડ રૂપિયા સુધી બતાવવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ જોતાં જ એવું સમજી જવું જોઈએ કે કુદરત કોઈને છોડતું નથી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Heavy rain, Heavy rainfall

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन