હવામાન વિભાગની ચેતવણી- આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ પડશે ભારે વરસાદ

News18 Gujarati
Updated: September 23, 2020, 5:16 PM IST
હવામાન વિભાગની ચેતવણી- આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ પડશે ભારે વરસાદ
મુંબઈમાં ભારે વરસાદથી હાલ બેહાલ.

IMD Weather Forecast: હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ત્રણ દિવસ દેશના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

  • Share this:
મુંબઈ: મુંબઈ (Mumbai)માં સતત પડી રહેલા વરસાદ વચ્ચે આજે સાંજે દરિયામાં ત્રણ મીટર ઊંચા મોજા ઉછળવા (High Tide)નું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગ તરફથી આ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ (India Meteorological Department) પ્રમાણે કોંકણ, ગોવા અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. વિભાગના જણાવ્યા પ્રમાણે આસામ અને મેઘાલયના અમુક ભાગમાં 23 અને 24 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઉપ-હિમાલય વિસ્તારો, સિક્કિમ, પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ 23થી 25 સપ્ટેમ્બર સુધી અને બિહારના અમુક વિસ્તારોમાં 23થી 26 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે બુધવારે પણ વરસાદ ચાલુ રહેશે તેવી ચેતવણી આપી હતી. મુંબઈમાં આખી રાત પડેલા વરસાદને કારણે બુધવારે સવારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુંબઈના ઉપ-નગરોમાં મંગળવારે મોડી સાંજથી જ વરસાદ શરૂ થયો હતો. રાત્રે અમુક કલાક સુધી ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના કે.એસ. હોસાલિકરે કહ્યુ કે, "મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધી પડેલા સૌથી વરસાદમાંનો એક છે." તેમણે શહેર અને આસપાસના વિસ્તારોમાં બુધવારે પણ વરસાદ ચાલુ રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: પરિણીતાએ સસરા અને પતિ પર લગાવ્યો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ, ફરિયાદ દાખલ 

અત્યાર સુધી ચોથી વખત ભારે વરસાદ

આઈએમડીના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે સાંતાક્રૂઝ વેધશાળામાં બુધવારે સવારે આઠ વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં 286.6 મી.મી. વરસાદ પડ્યો હતો, જે મહારાષ્ટ્રની રાજધાની મંબઈમાં અત્યાર સુધી પડેલો ચોથો સર્વાધિક વરસાદ છે. આ દરમિયાન કોલાબામાં 147.8 મી.મી. વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો: ડૉ સંકેત મહેતાના સ્વાસ્થ્યમાં સુધારો, Ecmo થેરાપીથી જ તબિયતમાં 60-70 ટકા સુધારો થયોઆઈએમડી મુંબઈ પ્રમાણે સાંતાક્રૂઝ વેધશાળામાં 1974થી લઈને અત્યાર સુધીના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર 1981ના રોજ 24 કલાકમાં 318.2 મી.મી., 23 સપ્ટેમ્બર 1993ના રોજ 321.4 મી.મી., 20 સપ્ટેમ્બર 2017ના રોજ 24 કલાકમાં 303.7 મી.મી. વરસાદ નોંધાયો હતો.

આઈએમડી પ્રમાણે 15 મી.મી. વરસાદને હળવો, 15 થી 65.5 મી.મી. વરસાદને મધ્યમ અને 64.5 મી.મી.થી વધારે વરસાદને ભારે વરસાદ કહેવામાં આવે છે. હવામાન વિજ્ઞાન વિભાગ પ્રમાણે મુંબઈના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 120 મી.મી.થી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે નજીકના થાણેના કોપરીમાં 195.3 મી.મી., ચિરાક નગરમાં 136.5 અને ઢોકલી વિસ્તારમાં 127 મી.મી. વરસાદ પડ્યો છે.
Published by: Vinod Zankhaliya
First published: September 23, 2020, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading