Home /News /national-international /

હવામાન વિભાગનું અનુમાન : 9 જુલાઈ સુધી આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગનું અનુમાન : 9 જુલાઈ સુધી આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

ફાઇલ તસવીર

ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ શુક્રવારથી લઈને અત્યાર સુધી 6 થી 14 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : દેશના તમામ ભાગોમાં ચોમાસું પહોંચી ગયાની જાહેરાત કરી દેવામાં આવી છે. જે બાદમાં ઉત્તર પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં શનિવારે વરસાદ થયો હતો, જેનાથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રાજસ્થાનના પાંચ જિલ્લાઓને છોડીને લગભગ તમામ વિસ્તારમાં ચોમાસું પહોંચી ગયું છે.

    ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ શુક્રવારથી લઈને અત્યાર સુધી 6 થી 14 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જયપુર, અજમેર અને કોટામાં શનિવારે સારો વરસાદ પડ્યો હતો. શનિવાર સુધી રાજસ્થાનના ચુરુ, હનુમાનગઢ, શ્રીગંગાનગર, બીકાનેર અને જેસલમેરને બાદ કરતા તમામ જગ્યાએ વરસાદ પડ્યો છે.

    ક્યાં કેટલો વરસાદ પડ્યો?

    શનિવારે સવારથી લઈને સાંજ સુધી અજમેરમાં 26.8 મિમી, જયપુરાં 71.3 મિમી અને કોટામાં 37.6 મિમી વરસાદ પડ્યો છે. બીકાનેર 43 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર બની રહ્યું હતું. હરિયાણાના અંબાલા અને હિસારમાં પણ સારો વરસાદ પડ્યો હતો અહીં મહત્તમ તાપમાન 39.6 થી 37.8 ડિગ્રી નોંધાયું હતું. કરનાલ અને નારનૌલમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી 36.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

    યેલો ચેતવણી જાહેર

    રાજ્યમાં હવમાન વિભાગે સાતથી 9 જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહીની સાથે યેલો ચેતવણી જાહેર કરી છે. 8 જુલાઈના રોજ ભારે વરસાદની ચેવતણી આપવામાં આવી છે.

    ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો છેલ્લા 24-36 કલાકમાં મુરાદાબાદ, આગ્રા, ઝાંસીમાં દિવસે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે વરાણસી, અલાહાબાદ, લખનઉ, ગોરખપુર, ફૈઝાબાદ અને બરેલીમાં તાપમાન સામાન્યથી વધારે રહ્યું હતું.

    સંભાવના છે કે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારના અમુક ભાગમાં ભારે વરસાદ પડ્યો છે. ઓડિશા સ્થિત કટકમાં 13 જ્યારે કેન્દ્રપાડામાં 10 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અમુક જગ્યાએ સારો વરસાદ પડ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, IMD, North india, ચોમાસુ, વરસાદ

    આગામી સમાચાર