Home /News /national-international /

Heavy Rain elert : આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા સહીત આ રાજ્યમાં એલર્ટ જાહેર

Heavy Rain elert : આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા સહીત આ રાજ્યમાં એલર્ટ જાહેર

વરસાદની આગાહી

Heavy Rainfall Alert: મુંબઈ, ગોવા સહીત અન્ય રાજ્યોમાં આવનારા 5 દિવસો સુધી મુસળધાર વરસાદ સંબંધિત માહિતી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. એ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ શનિવાર અને રવિવાર ના દિવસે વરસાદ વરસવાની આગાહી કરી છે.

વધુ જુઓ ...
    Rain Alert : ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારા 5 દિવસો સુધી વરસાદને લઈને એલર્ટ જાહેર કરેલું છે. જેમાં મહારાષ્ટ્ર, ગોવા, ઓડિસા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ સહીત અન્ય રાજ્ય નો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં શનિવારે અને રવિવારે વધુ વરસાદ આવવાની સંભાવના જણાઈ રહી છે.

    IMD એ આવનારા 24 કલાક માટે મુંબઈ અને ગોવામાં રેડએલર્ટ જાહેર કરેલું છે. મુંબઈમાં છેલ્લા 4 દિવસથી સત્તત વરસાદ વર્ષી રહ્યો છે. મહારાષ્ટ્રમાં 10 જુલાઈ સુધી વરસાદની આગાહી છે અને સમુદ્રતટે લોકો માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

    રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 11 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, જૂનાગઢ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ વધુ વરસાદ પાડવાની સંભાવનાઓ છે. જેમાં ગુજરાતમાં અમુક વિસ્તાર પહેલાથીજ વરસાદની ચપેટમાં છે. જૂનાગઢમાં મુસળધાર વરસાદના પગલે પાણી ભરવાની અને પૂર ની સ્થિતિ સર્જાઈ છે.

    મહારાષ્ટ્રમાં 10 અને 11 જુલાઈ, કર્ણાટક 9 જુલાઈ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 11 જુલાઈના રોજ વરસાદની સંભાવના છે.

    પશ્ચિમી માધ્ય પ્રદેશ 8 અને 10 જુલાઈ, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીશગઢમાં 11 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પહાડી વિસ્તાર હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં 8 અને 9 જુલાઈ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

    આ પણ વાંચોહવામાન ખાતાની આગાહી, આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના

    હવામાન વિભાગે શનિવારે અને રવિવારે પૂર્વી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં સામાન્ય વરસાદ પાડવાની આગાહી કરેલ છે. વળી ચંદીગઢ સ્થિત હવામાન વિભાગે જણાવ્યું, હરિયાણા અને પંજાબમાં આજથી જ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે અને આવનારા દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. ચંડીગઢમાં ભારે વરસાદને લીધે લોકોને ભેજથી રાહત મળી શકે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gujarat heavy rain, Heavy rain, Heavy rain forecast, Rain alert, ગુજરાતમાં વરસાદ, ભારે વરસાદ, વરસાદની આગાહી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन