દેશના કેટલાક રાજ્યોમાં આગામી બે દિવસમાં પડી શકે છે ભારે વરસાદ, અલર્ટ જાહેર

News18 Gujarati
Updated: August 6, 2018, 11:38 AM IST
દેશના કેટલાક રાજ્યોમાં આગામી બે દિવસમાં પડી શકે છે ભારે વરસાદ, અલર્ટ જાહેર
હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

  • Share this:
દિલ્હી-એનસીઆર સહિત દેશના અન્ય ભાગોમાં વરસાદના કારણે જાનમાલને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, આસામ, રાજસ્થાન અને જમ્મુ કશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસમાં ભારે વરસાદ થઇ શકે છે.

ઉત્તર પ્રદેશના મોટાભાગના જિલ્લોમાં પૂરનો ખતરો મંડરાઇ રહ્યો છે. લગભગ 40 જિલ્લાઓમાં હાલત ખુબ જ ખરાબ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં હવાઇ નિરીક્ષણ પણ કર્યું છે. સાથે સાથે પીડિતોને તરત જ મદદ અને વળતર આપવાનો નિર્દેશ પમ કર્યો છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના કારણે એકથી જુલાઈથી અત્યાર સુધીમાં 180 લોકોના મોત થયા છે. ભારે વરસાદથી ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યુ છે. હજારો એકર જમીનમાં પાક ડૂબવાથી ખરાબ થઇ ગયો છે.

ઉત્તરપ્રદેશ સાથે સાથે હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયુ છે. ઉત્તરાખંડના રુદ્રપૂર વિસ્તારમાં ભારે વરસાદના કારણે રિહાયશી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
First published: August 6, 2018, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading