Alert! દેશના આ વિસ્તારોમાં ત્રણ દિવસમાં ચક્રવાતી તોફાન સાથે ભારે વરસાદની આશંકા

News18 Gujarati
Updated: May 15, 2020, 4:49 PM IST
Alert! દેશના આ વિસ્તારોમાં ત્રણ દિવસમાં ચક્રવાતી તોફાન સાથે ભારે વરસાદની આશંકા
ચોમાસાને આગળ વધવામાં મદદ મળશે

એક બાજુ કોરોનાની મહામારીની આફત તો બીજી બાજુ ભારે તોફાન સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી

  • Share this:
નવી દિલ્હી : એક બાજુ કોરોનાની મહામારીની આફત તો બીજી બાજુ ભારે તોફાન સાથે ભારે વરસાદ(Heavy Rain)ની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બની રહેલા ઓછા દબાણના ક્ષેત્રને લઈ એલર્ટ જાહેર કર્યું છે. આના કારણે દરીયા કિનારાના વિસ્તારોમાં તોફાન સાથે ભારે વરસાદ થઈ શકે છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(IMD)નું કહેવું છે કે, આગામી ત્રણ દિવસમાં એક ચક્રવાતી તોફાનની સંભાવના બની રહી છે. જેને લઈ ઓડિશા અને બંગાળમાં ભારે વરસાદ થઈ શકે છે. આગામી 16મેની સાંજ સુધી ચક્રવાતી તોફાન પ્રભાવિત થઈ શકે છે.

ચક્રવાતી તોફાનની આશંકા

આઈએમડીએ સાથે કહ્યું છે કે, ચક્રવાત બનવાની દીશામાં પહેલા પગલા હઠળ ઓછા દબાણવાળા વિસ્તાર દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકમાં દક્ષિણ અંડમાન સાગરમાં બુધવાર સવારે બની ગયું છે. દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગમાં 15મેના રોજ દબાણ વધારે સર્જાવાની સંભાવના છે અને આ બાદમાં 16મેના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન(Cyclonic storm) બનીને આવશે.



બાદમાં આપવામાં આવશે જાણકારી

આઈએમડીએ કહ્યું કે, પ્રણાલી (ચક્રવાત) સાથે સ્થિતિઓ દક્ષિણ પશ્ચિમ મોનસૂનને બંગાળની ખાડી, અંડમાન સાગર અને અંડમાન-નિકોબાર દ્વીપસમૂહની આસ-પાસ 16મે સુધી લઈ જવા અનૂકૂળ બનશે. ચક્રવાત ચેતાવણી વિભાગે કહ્યું કે, તે ચક્રવાત પ્રણાલી પર સતત નજર રાખી રહ્યા છે, અને સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને નિયમીત જાણકારી આપી રહ્યા છે.

આ પણ વાંચોબીજી આફત! કોવિડ-19 વચ્ચે ભારત પર હવે હાથીઓથી ફેલાતી બીમારીનો ખતરો

આ પણ વાંચોBig News: હવામાન વિભાગની આગાહી, સમયથી વહેલું આવી જશે ચોમાસુ, જાણો - તમારા રાજ્યમાં ક્યારે થશે વરસાદ?

ચોમાસાને આગળ વધવામાં મદદ મળશે

આઈએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, ચક્રવાત મોનસૂનને આગળ વધારવામાં મદદ કરશે. ચોમાસુ આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે. કેરળમાં એક જૂનથી 5 જૂન વચ્ચે પહોંચવાની સંભાવના છે, ત્યારબાદ દેશમાં ચાર મહિનાની વરસાદની સિઝનની શરૂઆત થશે.
First published: May 15, 2020, 4:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading