હવામાન વિભાગે તમિલનાડુથી લઈને કેરળ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
તમિલનાડુ, પુડુચેરી, કેરળ, રાયલસીમા અને દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ, તમિલનાડુ અને પુડુચેરી સહિત અન્ય સ્થળોએ શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ 11 થી 14 નવેમ્બર દરમિયાન કેરળ અને માહેમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
નવી દિલ્હી: તમિલનાડુ, પુડુચેરી, કેરળ, રાયલસીમા અને દક્ષિણ કોસ્ટલ આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ, તમિલનાડુ અને પુડુચેરી સહિત અન્ય સ્થળોએ શાળાઓ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ 11 થી 14 નવેમ્બર દરમિયાન કેરળ અને માહેમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 નવેમ્બરના રોજ ઉત્તર કોસ્ટલ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 12 નવેમ્બર, 2022ના રોજ ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીલંકાના દરિયાકાંઠે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર છે. 12 નવેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. તે તમિલનાડુ-પુડુચેરી તરફ આગળ વધી શકે છે જેના કારણે આ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. ભારે વરસાદને જોતા માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે.
તમિલનાડુમાં રેડ એલર્ટ, જનજીવન ખરાબ રીતે પ્રભાવિત
વિરોધી ચક્રવાતને કારણે, તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં પહેલેથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈ અને પુડુચેરી સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદના કારણે ચેન્નાઈના અનેક સ્થળોએ ભારે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે તમિલનાડુમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. શનિવાર સુધી ભારે વરસાદને લઈને દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે શ્રીલંકાના કિનારે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે. આગામી 24 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે શનિવાર સવાર સુધીમાં લો પ્રેશર વિસ્તાર તમિલનાડુ-પુડુચેરી કિનારા તરફ આગળ વધશે. ત્યારબાદ, તે 12-13 નવેમ્બર દરમિયાન તમિલનાડુ-પુડુચેરી અને કેરળ પર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર