કાબુલમાં મિલિટરી એકેડેમી પર હુમલો; બે દિવસમાં 103 લોકો બન્યા ભોગ

News18 Gujarati
Updated: January 29, 2018, 10:34 AM IST
કાબુલમાં મિલિટરી એકેડેમી પર હુમલો; બે દિવસમાં 103 લોકો બન્યા ભોગ
સુરક્ષા કરી રહેલી અફઘાન પોલીસ (ફાઈલ તસવીર)

આ પહેલા શનિવારે બપોરે કાબુલના ગીચ વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતેને એક એમ્બ્યુલન્સ પાસે ઉડાવી દીધી હતી.

  • Share this:
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સૈન્ય એકેડેમી પર આતંકી હુમલો થયાના સમાચાર મળી રહ્યા છે. અફઘાનિસ્તાન મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 'અહીં પીડી5 વિસ્તારમાં માર્શલ ફહીમ મિલિટરી એકેડેમી પાસે સોમવારે વહેલી સવારે ગોળીબાર અને બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા.'

આ હુમલો સ્થાનિક સમય પ્રમાણે સવારે 5 વાગ્યે કરવામાં આવ્યો હતો. ટોલો ન્યૂઝે કેમ્પસમાં હાજર સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે, ધડાકા અને ગોળીબારનો અવાજ એકેડેમીના એન્ટ્રી ગેટ તરફથી આવી રહ્યો છે. હાલ આ હુમલામાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.

નોંધનીય છે કે, કાબુલમાં છેલ્લા ત્રણ દિવસથી આતંકી હુમલા થઈ રહ્યા છે. આ પહેલા શનિવારે બપોરે કાબુલના ગીચ વિસ્તારમાં આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતેને એક એમ્બ્યુલન્સ પાસે ઉડાવી દીધી હતી. આ હુમલામાં 103 લોકોનાં મોત થયા હતા. જ્યારે 150થી વધારે લોકો ઘાયલ થયા હતા.
First published: January 29, 2018, 9:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading