LoC પર આખીરાત ગોળીબાર, સ્કૂલ-કોલેજ બંધ, 4 જવાન શહીદ

News18 Gujarati
Updated: February 5, 2018, 12:33 PM IST
LoC પર આખીરાત ગોળીબાર, સ્કૂલ-કોલેજ બંધ, 4 જવાન શહીદ
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગના પૂરાવા બતાવી રહેલા લોકો

પૂંછના દિવાર, બાલાકોટ અને રાજૌરીના બિંબર ગલીમાં આખીરાત સરહદ પારથી ફાયરિંગ થતું રહ્યું હતું.

  • Share this:
જમ્મુ કાશ્મીરઃ પાકિસ્તાન તરફથી રવિવારે કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘનમાં કેપ્ટન સહિત ચાર જવાન શહીદ થઈ ગયા છે. રવિવારે આખી રાત LoC પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ ચાલુ રહ્યું હતું. રવિવારે દિવસ દરમિયાન ભારતના ચાર જવાન શહીદ થયા ઉપરાંત પાંચ ઈજાગ્રસ્ત થયા. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના સૈન્યને વળતો જવાબ આપ્યો હતો. હાલ બંને તરફથી ગોળીબાર ચાલી રહ્યો છે. પૂંછના દિવાર, બાલાકોટ અને રાજૌરીના બિંબર ગલીમાં આખીરાત સરહદ પારથી ફાયરિંગ થતું રહ્યું હતું.

સેનાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના સૈનિકોએ રાજૌરી જિલ્લાના નિયંત્રણ રેખા નજીક આવેલા ભીમભેર ગલી સેક્ટરમાં ભારે ફાયરિંગ અને બોમ્બ ફેંક્યા હતા. રાજૌરીના બીજી સેક્ટરમાં થયેલા ફાયરિંગમાં કેપ્ટન કપિલ કૂંડૂ, રાઇફલમેન રામઅવતાર, રાઇફલમેન શુભમ કુમાર, હવાલદાર રોશન લાલ શહીદ થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના સીએમ મહેબૂબા મુફ્તીએ શહીદ ભારતીય સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

રાજૌરીના ડેપ્યૂટી કમિશ્નર એસઆઈ ચૌધરીએ જણાવ્યું કે, 'સીઝફાયર ઉલ્લંઘન વચ્ચે વિસ્તારમાં આવેલી 84 સ્કૂલને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવી છે. અમે રાહત કેમ્પ શરૂ કર્યા છે. ઇમરજન્સીની સ્થિતિમાં લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવશે.'

સુરક્ષાને ધ્યાનમાં રાખી 84 સ્કૂલ-કોલેજ બંધ રાખવામાં આવી છે


આ પહેલા પૂંછ જિલ્લામાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં 15 વર્ષના એક કિશોર અને જવાન ઘાયલ થઈ ગયો હતો. પાકિસ્તાને એલઓસી નજીક સૈન્ય પોસ્ટ અને ગામને નિશાન બનાવ્યા હતા. નોંધનીય છે કે આ વખતે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર ઉલ્લંઘનમાં 9 સુરક્ષા જવાન સહિત ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયા છે, જ્યારે 70થી વધારે ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાનના સૈન્ય તરફથી નાના હથિયાર, ઓટોમેટિક હથિયાર અને મોર્ટારથી ગોળીબારી કરવામાં આવી હતી. પાકિસ્તાન સૈન્યને જવાબ આપવા માટે ભારતીય સૈનિકોએ પણ ગોળીબાર કર્યો હતો.
First published: February 5, 2018, 8:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading