નવી દિલ્હી : કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department Forecast)માઠા સમાચાર આપ્યા છે. આગામી દિવસોમાં આકરી ગરમી (heatwave)પડી શકે છે. લગભગ 10 દિવસથી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભારતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ગરમીનું તાપમાન 44 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે. તાપમાનમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. હવામાન વિભાગ અનુસાર (IMD) ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ આટલી જ ગરમી પડી શકે છે તથા લૂ ની ઝપટે પણ ચડી શકે છે. તેમ છતાં વરસાદ (rain)ક્યારે આવશે? તે અંગે કોઈ પ્રકારનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું નથી.
દિલ્હીનું તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે
એનડીટીવીના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તેમ છતાં તાપમાનમાં ઘટાડો થવાના કોઈ સંકેત જોવા મળતા નથી. દિલ્હીનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. ગઈકાલે દિલ્હીનું તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. આ કાળઝાળ ગરમીથી લોકો બેહાલ થઈ રહ્યા છે. રાત્રે પણ ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. દિલ્હીના હવામાન વિભાગે જણાવ્યું છે કે, દિલ્હીમાં હજુ પણ ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ગરમ પવન લૂ માં વધારો કરશે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહી શકે છે.
હવામાન વિભાગ અનુસાર સોમવારે ઉત્તરપ્રદેશના બાંદા અને ફતેહગઢમાં સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું છે. આંકડાઓ અનુસાર બાંદા અને ફતેહગઢમાં તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. બીજી તરફ પૂર્વોત્તર ભારતમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, હિમાલયનો ઉપરી વિસ્તાર અને સિક્કીમમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે. દક્ષિણ-પશ્ચિમ તમિલનાડુ, પોંડુચેરી, કરાઈકલ, પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે.
" isDesktop="true" id="1216220" >
કયા કારણોસર ગરમી પડી રહી છે?
હવામાન વિભાગ અનુસાર પાકિસ્તાન તરફથી શુષ્ક પવન ફૂંકાવાને કારણે ભીષણ ગરમી પડી રહી છે. અનેક વિસ્તારોમાં હીટવેવની પરિસ્થિતિ સર્જાઈ છે. આગામી ત્રણ દિવસ સુધી આ કાળઝાળ ગરમીથી કોઈપણ પ્રકારની રાહત નહીં મળે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર