ગરમથી બિહારમાં હાહાકાર: ત્રણ દિવસમાં લૂ લાગવાથી 250થી વધુ લોકોનાં મોત

News18 Gujarati
Updated: June 21, 2019, 1:41 PM IST
ગરમથી બિહારમાં હાહાકાર: ત્રણ દિવસમાં લૂ લાગવાથી 250થી વધુ લોકોનાં મોત
પ્રતિકાત્મક તસવીર

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વિચિત્ર પ્રકારના તાવને કારણે પણ અનેક બાળકો મોતને ભેટી રહ્યા છે અને તેની સૌથી વધુ અસર મૂઝફ્ફરપુરમાં જોવા મળી છે.

  • Share this:
પટના: બિહારમાં ગરમીએ બોકાહો બોલાવી દીધો છે. ગરમીમાં લૂ લાગવાથી 250થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. એક બાજુ કેટલાક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી બાજુ બિહાર જેવા રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ ચાલું છે એક આંકડા મુજબ, બિહારમાં છેલ્લા ત્રણ દિવસમાં જ ૨૫૦ લોકોના મોત નિપજ્યા છે.

આટલા ઓછા સમયમાં આટલી મોટી જાનહાની છતા સરકાર ઉંઘતી રહી, હાલ બિહારમાં તાવે પણ ભરડો લીધો છે જેમાં અનેક બાળકો મોતને ભેટયા છે. અનેક જિલ્લાઓમાં આશરે ૨૫૦થી પણ વધુ નાગરીકોના મોત નિપજ્યા છે. જો કે, સરકારે આ આંકડા નથી આપ્યા.

બિહારમાં ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમૂઇમાં લૂ લાગવાથી વધારે લોકોનાં મોત થયાં છે. આ વિસ્તારોમાં ૧૫થી ૧૭મી જૂન દરમિયાન તાપમાન ૪૫.૮ ડીગ્રીએ પહોંચી ગયુ હતું.

બોટાદ : ‘આરોપીઓને ફાંસી આપો’નાં સૂત્રોચ્ચાર સાથે ઉપસરપંચની નીકળી અંતિમયાત્રા

રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ વેબસાઇટ પર જણાવ્યા અનુસાર મંગળવાર સુધીમાં જ રાજ્યમાં ૯૦ લોકોના મોત નિપજ્યા છે. જેમાં ઔરંગાબાદમાં ૪૧, ગયામાં ૩૫ અને નવાદામાં ૧૪ લોકો માર્યા ગયા હતા. મૃત્યુનું મુખ્ય કારણ લૂ લાગી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ વિચિત્ર પ્રકારના તાવને કારણે પણ અનેક બાળકો મોતને ભેટી રહ્યા છે અને તેની સૌથી વધુ અસર મૂઝફ્ફરપુરમાં જોવા મળી છે.આ તાવથી ૧૩૦થી વધુ બાળકો મોતને ભેટયા છે. જ્યારે લૂ લાગવાથી જ ત્રણ દિવસમાં ૨૫૦થી વધુ લોકો માર્યા ગયા છે. સરકાર હાલ આ સ્થિતિને કાબુમાં લાવે તેવી લોકોમાં ઉગ્ર માગણી છે. નીતીશ કુમાર જે હોસ્પિટલમાં મુલાકાત માટે જાય છે ત્યાં તેમનો હુરીયો બોલાવાઇ રહ્યો છે. મુખ્યમંત્રી નિતીશ કુમાર સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.

USમાં નોકરી કરનારા ભારતીયો માટે ખુશખબર, ટ્રમ્પ સરકારનો H-1B પર નિર્ણય
First published: June 21, 2019
વધુ વાંચો
अगली ख़बर