Home /News /national-international /

ખતરનાક ગરમી, દેશમાં અત્યર સુધી 2200થી વધુના મોત

ખતરનાક ગરમી, દેશમાં અત્યર સુધી 2200થી વધુના મોત

દેશભરમાં જીવલેણ ગરમીનું મોજુ તપી રહ્યું છે. ગરમી અને લૂને લીધે મોતનો આંકડો વધી રહ્યો છે. ગઇ કાલ સુધી દેશમાં ગરમીથી મોત થવાનો આંકડો 2200ને પાર કરી ગયો છે. ગરમીની સૌથી વધુ અસર આંધ્ર અને તેલગાંનામાં વર્તાઇ રહી છે.

દેશભરમાં જીવલેણ ગરમીનું મોજુ તપી રહ્યું છે. ગરમી અને લૂને લીધે મોતનો આંકડો વધી રહ્યો છે. ગઇ કાલ સુધી દેશમાં ગરમીથી મોત થવાનો આંકડો 2200ને પાર કરી ગયો છે. ગરમીની સૌથી વધુ અસર આંધ્ર અને તેલગાંનામાં વર્તાઇ રહી છે.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # દેશભરમાં જીવલેણ ગરમીનું મોજુ તપી રહ્યું છે. ગરમી અને લૂને લીધે મોતનો આંકડો વધી રહ્યો છે. ગઇ કાલ સુધી દેશમાં ગરમીથી મોત થવાનો આંકડો 2200ને પાર કરી ગયો છે. ગરમીની સૌથી વધુ અસર આંધ્ર અને તેલગાંનામાં વર્તાઇ રહી છે.

એકલા આંધ્ર પ્રદેશમાં જ લૂ અને ગરમીથી મોત થવાની સંખ્યા 1636 થવા પામી છે. જ્યારે તેલગાણામાં અત્યાર સુધીમાં 541 લોકોના મોત થયા છે. શનિવારે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને ઓરીસ્સામાં વધુ 202 લોકોના મોત થયાના સમાચાર છે. 47.1 ડિગ્રી સે તાપમાન સાથે નાગપુર સૌથી વધુ તપતું શહેર બન્યું છે.

ભારતમાં ગરમી અને લૂથી મરવાનો આંકડો 2200ને પાર કરી ગયો છે જેની સાથે આંતર રાષ્ટ્રીય રિપોર્ટ આવ્યો છે કે આ દુનિયાની અત્યાર સુધીની સૌથી વધુ પાંચમી ખતરનાક હીટ વેવ છે અને ભારતનો બીજો. હવામાન વિભાગના અનુસાર આવનારા આગામી કેટલાક દિવસો સુધી ગરમી અને લૂનો માહોલ યથાવત રહેશે.

ભારતમાં આ અગાઉ ગરમી અને લૂમાં સૌથી વધુ 2541 લોકોના મોત 1998માં થયા હતા. જ્યારે દુનિયામાં અત્યાર સુધી જીવલેણ હીટવેવ 2003માં જોવા મળ્યો હતો. જેમાં એકલા યુરોપમાં જ 71 હજાર લોકોના મોત નીપજ્યા હતા. બ્રસેલ્સના સેન્ટર ફોર રિસર્ચ ઓન ધ એપીડીમોલોજી ઓફ ડિઝાસ્ટર દ્વારા આ આંકડા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
First published:

Tags: દેશ વિદેશ, ભારત, વર્લ્ડ બેંક

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन