Home /News /national-international /

Heartland Virus: અમેરિકામાં નાના જીવને કારણે ફેલાઈ રહ્યો છે જીવલેણ વાયરસ, સંક્રમિત થયા છે 6 રાજ્ય, જાણો બધી માહિતી

Heartland Virus: અમેરિકામાં નાના જીવને કારણે ફેલાઈ રહ્યો છે જીવલેણ વાયરસ, સંક્રમિત થયા છે 6 રાજ્ય, જાણો બધી માહિતી

આ નાનો જીવ એક ટિક (Tick) છે, જે પ્રાણીઓ અને મનુષ્યોના શરીરમાં ચોંટી જાય છે અને તેમનું લોહી ચૂસે છે

Heartland Virus Spreading in US - હજુ પણ આ વાયરસ અને બીમારી વિશે વધુ જાણકારી નથી, પરંતુ તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના વિશે જાણવા માટે સતત સંશોધન કરવામાં આવી રહ્યા છે

વોશિંગ્ટન : કોરોના વાયરસ (Coronavirus) હજુ દુનિયામાંથી સંપૂર્ણપણે નાબૂદ થયો નથી ત્યાં હવે અમેરિકામાં એક નવો વાયરસ (Virus) ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે આ વાયરસ નાના જીવના ડંખથી ફેલાય છે, પરંતુ તેને ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. આ નાનો જીવ એક ટિક (Tick) છે, જે પ્રાણીઓ અને મનુષ્યોના શરીરમાં ચોંટી જાય છે અને તેમનું લોહી ચૂસે છે. આ સાથે, વાયરસ માનવ શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ પણ પેદા કરે છે.

આ હાર્ટલેન્ડ વાયરસ (Heartland Virus) હાલમાં અમેરિકાના 6 રાજ્યોમાં ફેલાયો છે. હાલમાં તે જ્યોર્જિયામાં ફેલાઈ રહ્યો છે. તે ટિક જીવોની એક પ્રજાતિ લોન સ્ટાર ટિક દ્વારા ફેલાય છે. હાર્ટલેન્ડ વાયરસથી સંક્રમિત કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. અમેરિકાના ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ કહ્યું છે કે, આ વાયરસના કારણે મૃત્યુઆંક હજુ પણ ઓછો છે. આનાથી સંક્રમિત મોટાભાગના લોકો સાજા થઈ જાય છે, પરંતુ તેનાથી કેટલાક વૃદ્ધોના મોત થયા છે.

સીડીસીએ માહિતી આપી છે કે હાર્ટલેન્ડ વાયરસ સૌપ્રથમવાર 2009માં અમેરિકાના મિઝોરીમાં મનુષ્યોમાં જોવા મળ્યો હતો. 2009થી જાન્યુઆરી 2021 ની વચ્ચે તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 50 હતી. તે અરકંસાસ, જ્યોર્જિયા, ઇલિનોઇસ, ઇન્ડિયાના, આયોવા, કેન્ટુકી, મિઝોરી, નોર્થ કેરોલિના, ઓક્લાહોમા અને ટેનેસીમાં ફેલાયું હતું. સંશોધકોનું કહેવું છે કે હજુ પણ આ વાયરસ અને બીમારી વિશે વધુ જાણકારી નથી, પરંતુ તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના વિશે જાણવા માટે સતત સંશોધન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનની ખુરશી ખતરામાં? સહયોગી દળે કહ્યું- સરકાર પડશે તે 100 ટકા નક્કી છે

એમોરી યુનિવર્સિટીના સંશોધકોએ સંશોધનમાં શોધી કાઢ્યું કે, જ્યોર્જિયામાં મળેલી એકમાત્ર લોન સ્ટાર ટિક હાર્ટલેન્ડ વાયરસ ફેલાવી રહી છે. આ રિપોર્ટ ઇમર્જિંગ ઇન્ફેકશિયસ ડિસીઝ જર્નલમાં પ્રકાશિત થયો છે. 2005માં જ્યોર્જિયામાં આના કારણે એક મૃત્યુ પણ થયું હતું.

શું છે આ હાર્ટલેન્ડ વાયરસથી થનારી બીમારી?

જ્યારે કોઈ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે, ત્યારે તેને તાવ, ભૂખ ન લાગવી, માથાનો દુ:ખાવો, શરદી, ઝાડા અને સ્નાયુઓમાં દુ:ખાવો થાય છે. સીડીસી અનુસાર, દર્દીમાં શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સનું સ્તર ઘટે છે. તેમજ લીવર એન્ઝાઇમનું સ્તર વધે છે.

કઈ રીતે થાય છે આનો ટેસ્ટ?

હાર્ટલેન્ડ વાયરસથી કોઈને ચેપ લાગ્યો છે કે કેમ તે શોધવા માટે અત્યાર સુધી વિશ્વમાં કોઈ ચોક્કસ પરીક્ષણ નથી. અમેરિકામાં જો ડોક્ટરોને શંકા હોય કે કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો છે તો ડોકટરો વહીવટીતંત્રનો સંપર્ક કરે છે. આ પછી વહીવટીતંત્ર સીડીસીનો સંપર્ક કરે છે. આ પછી તે વ્યક્તિના મોલેક્યુલર અને સેરોલોજિક ટેસ્ટ કરવામાં આવે છે. આ કિસ્સામાં હાર્ટલેન્ડ વાયરસ આરએનએ મળી આવે છે.
First published:

Tags: Virus, અમેરિકા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन