હૃદયદ્રાવક દ્રશ્ય! કૂતરાને પહેરાવ્યું માસ્ક, “ભલે હું મરી જઉ, મારુ કૂતરું ના મરવું જોઈએ”

હૃદયદ્રાવક દ્રશ્ય!  કૂતરાને પહેરાવ્યું માસ્ક, “ભલે હું મરી જઉ, મારુ કૂતરું ના મરવું જોઈએ”
વાયરલ વીડિયોની તસવીર

આ વ્યક્તિ તેના ખભા પર કૂતરાને લઈ જઈ રહ્યો છે. તેણે તેના કૂતરાને માસ્ક પહેરાવ્યું છે, પરંતુ તે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કેસમાં (coronavirus) ઉછાળો આવ્યો છે અને દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે સોશિયલ મીડિયા (social media) પર પાલતુ પ્રાણીઓના વીડિયો શેર (video share) કરવામાં આવી રહ્યા છે. આ વીડિયો જોઈને તમારુ હૃદય પીગળી છે. કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ કાબૂમાં લાવવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (viral video) થઈ રહ્યો છે, જેમાં એક માણસે માસ્ક નથી પહેર્યું, પરંતુ તેના કૂતરાને માસ્ક પહેરાવ્યું છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ તેના ખભા પર કૂતરાને લઈ જઈ રહ્યો છે. તેણે તેના કૂતરાને માસ્ક પહેરાવ્યું છે, પરંતુ તે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું. વીડિયોમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે કૂતરાને માસ્ક કેમ પહેરાવ્યું છે અને તમે કેમ નથી પહેર્યું?તો તે વ્યક્તિ જણાવે છે કે , “આ મારુ બાળક છે, મને ભલે કંઈપણ થાય તેને કંઈ ના થવું જોઈએ.” વધુમાં તે વ્યક્તિ જણાવે છે કે, “ભલે હું મરી જઉ, મારુ કૂતરું ના મરવું જોઈએ.” વ્યક્તિનો આ જવાબ સાંભળીને તમારુ હ્રદય પિગળી જશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચોઃ-પુણેઃ માદા શ્વાન સાથે મહિનાઓ સુધી બળાત્કાર ગુજારનાર 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, સીસીટીવી ગોઠવી પકડ્યો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિએ ખેલ્યો ખૂની ખેલ! બેડરૂમમાં બંધ કરી પત્નીની છરીના ઘા મારી કરી હત્યા, ત્રણ પુત્રીઓ બની નિરાધાર

આ પણ વાંચોઃ-યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

ઈન્ટરનેટ પર આ પહેલુ કૂતરુ નથી કે જેનો માસ્ક પહેરેલો વીડિયો વાયરલ થયો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેર જોવા મળી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અંબાટોના એક નાના બાળકનો વીડિયો વયરલ થયો છે, જેમાં તેના કૂતરાને માસ્ક પહેરાવ્યું છે. આ વીડિયો તમને ઈમોશનલ કરી દેશે.ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસે ખૂબ જ હાહાકાર મચાવ્યો છે. રોજ હજારો લોકો કોરોનાની ઝપેટમાં ચડી રહ્યા છે. અને હજારો લોકો મોતને ભેટી રહ્યા છે.
Published by:News18 Gujarati
First published:April 17, 2021, 18:54 pm

ટૉપ ન્યૂઝ