Home /News /national-international /હૃદયદ્રાવક ઘટના! 4 દિવસના ભાણાનું મોત સહન ન કરી શકી નાની, થોડા જ કલાકોમાં છોડી દુનિયા

હૃદયદ્રાવક ઘટના! 4 દિવસના ભાણાનું મોત સહન ન કરી શકી નાની, થોડા જ કલાકોમાં છોડી દુનિયા

ઘટના સ્થળની તસવીર

Haryana tragedy news: પુત્રીએ ચાર દિવસ પહેલા ઓપરેશન થકી પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારે બાળક જન્મની સાથે જ બીમાર રહેતું હતું. જેના પગલે શનિવારે બાળકે દમ તોડી દીધો હતો. આઘાતમાં નાનીએ પણ કલાકોમાં જ દુનિયાને અલવિદા કહ્યું હતું.

    કરનાલઃ  હરિયાણાના (Haryana news) કરનાલ (karnal news) જિલ્લામાં ઘરોડામાં એક ખુબ જ ખરાબ સમાચાર મળી રહ્યા છે. અહીં ઘરમાં આવેલી ખુશી માતમમાં ફેરવાઈ હતી. પરિવારમાં (family) પહેલા દોહિત્ર (ભાણિયા)ના મોત બાદ થોડાક કલાકોમાં નાની પણ દૂનિયા છોડી દીધી હતી. થોડા દિવસ પહેલા એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો હતો. તેની હાલત ખરાબ રહેતી હતી. બાળક બીમાર રહેતું હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ચાર દિવસના નવજાત ભાણિયાના મોતનો આઘત નાની સહન ન કરી શકી. અને ભાણિયા બાદ નાનીનું પણ મોત નીપજ્યું હતું.

    મળતી માહિતી પ્રમાણે કચરોલી વાસી આશરે 61 વર્ષીય ભાની દેવીની પુત્રીના લગ્ન ઘરોડામાં થયા હતા. પુત્રીએ ચાર દિવસ પહેલા ઓપરેશન થકી પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારે બાળક જન્મની સાથે જ બીમાર રહેતું હતું. જેના પગલે શનિવારે બાળકે દમ તોડી દીધો હતો. આ ખરાબ સમાચારની જાણ ભાની દેવીને થતાં અન્ય સ્વજનોની સાથે ઘરોડા પહોંચી હતી. જ્યાં તેને ઉંડો આઘાત લાગ્યો હતો.

    પરિવારજનોના અન્ય લોકો મૃતક નવજાત બાળકને અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. આ દરમિયાન ભાની દેવી બેભાન થઈને નીચે પડી ગઈ હતી. જેની જાણ થતાં સ્વજનો ઘરે પહોંચીને ભાની દેવીને અર્પણા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.

    પોલીસે જણાવી આ વાત
    આ ઘટનાથી નવજાતના મોતના માતમમાં ડૂબેલા પરિવાર ઉપર દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો હતો. સૂચના મળ્યા બાદ પાનીપત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જો લઈને માર્ચરી હાઉસમાં મોકલી આપી હતી.
    " isDesktop="true" id="1124876" >

    પરિવારજનોનું કહેવું છે કે ભાની દેવીની પુત્રી ઓપરેશનથી દુઃખી હતી. પછી દોહિત્રનું મોત થયાં દુઃખમાં ડૂબી ગઈ હતી. તેને એટલો ઉંડો આઘાત લાગ્યો હતો કે તે સહન કરી શકી ન હતી. જ્યારે પોલીસનું કહેવું છે કે મોતનું યોગ્ય કાહણ પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જાણવા મળશે.

    આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

    આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! પિતાએ પુત્રી ઉપર દાનત બગાડી, બચવા માટે પુત્રી કાકા પાસે ગઈ, કાકાએ દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી

    ઉલ્લેખનયી છે કે સંબંધોમાં આઘાતના કારણે મોતની અનેક ઘટના છાસવારે બનતી રહી છે. કોરોના કાળમાં સંંબધીને ગુમાવ્યા બાદ થોડા કલાકોમાં જ વ્યક્તિનું મોત થયાની ઘટનાઓ પણ બની હતી. જોકે, કરનાલમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Haryana News, Tragedy

    विज्ञापन
    विज्ञापन