Home /News /national-international /Heart Attacks In Cold: ઠંડીમાં હાર્ટ અટેકનું જોખમ વધ્યું, અહીં 98 લોકોએ ગુમાવ્યો જીવ, બચવું હોય તો આ ભૂલ ન કરતાં

Heart Attacks In Cold: ઠંડીમાં હાર્ટ અટેકનું જોખમ વધ્યું, અહીં 98 લોકોએ ગુમાવ્યો જીવ, બચવું હોય તો આ ભૂલ ન કરતાં

ઠંડીમાં વધ્યા હાર્ટ અટેક

heart Attacks In Winter: LPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર કાનપુરમાં અઠવાડિયામાં જ 98 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. ઠંડીમાં શા માટે વધી રહ્યા છે આવા કેસ? જાણો કારણ

  Heart Attacks In Cold: ચાલુ વર્ષે સીઝનની ઠંડી મોડી-મોડી શરૂ થઈ છે. પરંતુ ઠંડીનું જોર પ્રમાણમાં સારું જોવા મળી રહ્યું છે. દેશવાસીઓ તીવ્ર ઠંડીની લહેર સામે લડતા હોવાથી કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુઆંક પણ આ વર્ષે સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચવાનું મનાઈ રહ્યું છે. LPS ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી દ્વારા જારી કરાયેલા રિપોર્ટ અનુસાર કાનપુરમાં અઠવાડિયામાં જ 98 લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. શહેરની SPS હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 24 કલાકમાં જ 14 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. આ તમામ પાછળ ઠંડી અને તેને કારણે હાર્ટમાં થતી અસર જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.
  economictimesના અહેવાલ મુજબ મેક્સ હોસ્પિટલ નવી દિલ્હીના સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મનોજ કુમારે ઈન્ટરવ્યુમાં આ વર્ષે ઠંડીને કારણે મોતના આંકડામાં થઈ રહેલ ભયજનક વધારા પાછળ ધ્યાન દોર્યું હતું. તેમનું કહેવું છે કે, આ પ્રકારની શિયાળાની ઠંડી માત્ર વૃદ્ધોને જ અસર નથી કરી રહી પરંતુ યુવાનો માટે પણ ઘાતક બની શકે છે. શિયાળામાં હાર્ટ એટેકનું પ્રમાણ વધે છે, વૃદ્ધોને હાર્ટ એટેકની શક્યતા વધુ હોય છે પરંતુ આજકાલ યુવાનોમાં પણ તેનું પ્રમાણ વધું જોવા મળે છે.

  કોલ્ડ વેવ અને હાર્ટ એટેક વચ્ચે શું સબંધ?

  ડો. કુમાર શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલાથી આપણે કેમ વધુ આહત થઈ રહ્યાં છીએ અને મોત થઈ રહ્યાં છે, તેના અંગે મુખ્ય બે કારણો જણાવે છે.
  શરદીને કારણે રક્તવાહિનીઓ (Blood Vessels) સંકુચિત થાય છે તેને વાસોકોન્સ્ટ્રક્શન (Vasoconstriction) તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો હૃદયની દિવાલોમાં નાના સ્નાયુઓ દ્વારા રક્તવાહિનીઓનું સંકુચિત થવું અને તેને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી થવી.
  તેમણે સમજાવ્યું કે, કોરોનરી ધમનીઓમાં લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેક આવે છે. શિયાળામાં આપણા શરીરમાં ફાઈબ્રિનોજનનું પ્રમાણ 23 ટકા સુધી વધી જાય છે. પ્લેટલેટ કાઉન્ટ પણ વધે છે તેને કારણે લોહી ગંઠાઈ શકે છે અને હૃદયરોગનો હુમલો થઈ શકે છે.”

  નોર્થવેસ્ટર્ન મેડિસિન (‌Northwestern Medicine)માં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ શિયાળા દરમિયાન આપણું હૃદય શરીરનું તંદુરસ્ત તાપમાન જાળવવા માટે વધુ સક્રિય હોય છે, તેને વધુ કામ કરવું પડે છે. જો કે શરીર પણ ઝડપથી ગરમી ગુમાવે છે. જો શરીરનું તાપમાન 95 ડિગ્રીથી નીચે આવે તો હાયપોથર્મિયા (Hypothermia)ને કારણે કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે.
  વહેલી સવારની લટાર ટાળો :
  સવારના પરોઢિયાના કલાકોમાં લટાર મારવી અને માત્ર ઠંડીમાં તંદુરસ્તી કેળવવા-એક્ટિવ રહેવા માટે મોર્નિંગ વોક આકર્ષક લાગતું હશે પરંતુ તેની સાથે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ પણ વધારે રહેલું છે. સંશોધકોના જણાવ્યા અનુસાર સવારે 4 થી 10 વાગ્યા સુધી એપિનેફ્રાઇન, નોરેપીનેફ્રાઇન અને કોર્ટિસોલ જેવા અમુક હોર્મોન્સ વધુ સક્રિય બને છે. તેનાથી ઓક્સિજનની માંગ અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.
  ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ફેફસાંની સમસ્યાઓ જેવી અંતર્ગત સમસ્યાનો સામનો કરતા લોકોએ પણ વહેલી સવારે ચાલવાનું ટાળવું જોઈએ. ઠંડુ હવામાન બ્લડ પ્રેશરને વધારે છે, જેના કારણે હૃદય ઝડપથી ધબકે છે અને તે હૃદયની સમસ્યાથી પીડિત લોકો માટે સારી સ્થિતિ નથી.

  આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 10 હત્યા! સગો બાપ બન્યો હેવાન, પત્નીનું લફરુ હોવાની શંકાએ 1 વર્ષની દીકરી સાથે પતાવી દીધી

  હાર્ટ એટેકના સંકેતો :
  છાતીમાં સામાન્ય દુ:ખાવા સિવાય અન્ય કેટલાક લક્ષણોની દરેક વ્યક્તિએ ખાસ નોંધ લેવી જોઈએ.


  • ઉબકા


  • ચક્કર આવવા


  • શ્વાસ લેવામાં તકલીફ


  • જડબા, ગરદન અથવા ખભામાં દુ:ખાવો અથવા સુન્નતા અનુભવવી


  • કાયમી થાકની સ્થિતિ

  •  " isDesktop="true" id="1316917" >


  શિયાળા દરમિયાન હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે ઘટાડવું ?


  • સૂર્યોદય પહેલા મોર્નિંગ વોક પર જવાનુ ટાળો


  • માથું-કાન સારી રીતે ઢાંકીને જ બહાર જવુ.

   શિયાળામાં વિટામિન Dના સપ્લિમેન્ટ્સ લેવા જોઇએ. કારણ કે વિટામિન ડીની ઉણપના કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે.


  • નિયમિતપણે તમારું બ્લડ પ્રેશર અને બ્લડ સુગર લેવલ ચકાસતા રહો


  • ચરબીયુક્ત, તળેલો ખોરાક ટાળો


  • ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન મર્યાદિત કરો


  • તમારા રોજિંદા આહારમાં વિટામિન Dથી ભરપૂર ખોરાક જેમ કે સેલ્મોન, સારડીન, ટુના, ઈંડાની જરદી વગેરેનો સમાવેશ કરો.


  • Heart Attack, Blood Vessels, Vitamin D, હાર્ટ એટેક, હાર્ટ એટેકના કારણો, બ્લડ પ્રેશર, બ્લડ સુગર લેવલ, વિટામિન D સપ્લિમેન્ટ્સ, હાયપોથર્મિયા

  Published by:Mayur Solanki
  First published:

  Tags: Health News, Heart attack

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन